તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 16th June 2025
વિમાન બન્યું કાળ...

સેંકડો જિંદગી રાખ થઇ વિમાનની આગમાં
માનવી કુદરતને સમજે જો શાનમાં
રડી લો સ્વજનની લાશને વીંટળાઈ અહીં,
પછી કોઈ ચહેરો ફરી જોવા મળશે નહીં
વળાવ્યા હતા એ ચ્હેરા ફરશે આંખોમાં
લંડનમાં આપ્તજનને જઇ ના મળ્યાં
હતા દિલે અરમાન લંડનમાં જાવાના
ત્યાં સ્થાયી થઇ જોબથી પાઉન્ડ માવાના
આશાવાદી યુવા ડોક્ટર મુરજાયા
માત પિતાએ સજેલાં સ્વપ્નો રોળાયાં
માતાપિતા સાથે નાનાં બાળ ગુમાવ્યાં
વહ્યાં છે અશ્રુ પરિવાર જેણે ગુમાવ્યાં
અમદાવાદ નગર ફરી જોવા ના મળ્યું.
- મનહરભાઈ વ્યાસ ‘‘મન''
મુળ ગાંધીનગર-હાલ કેનેડા
(4:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
