<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th June 2025

ડભોઇ ૬-સંખેડા ૫- ઉમરપાડા, ઉંમરગામ, આહવા માં ૩.૫ અને દાદરા નગર હવેલી પંથકમાં ૨.૫ ઇંચ

રાજ્‍ય ના અનેક વિસ્‍તારોમાં મેઘરાજા ની શાહી સવારી....

(જીતેન્‍દ્ર રૂપારેલિયા....) વાપીઃ લાંબી પ્રતીક્ષા બાદ મેઘરાજા રાજ્‍યના અનેક વિસ્‍તારોમાં વરસતા ગરમીમાં આંશિક ઘટાડો થતા પ્રજાજનોને રાહત મળી છે. તો વરસાદ ની શરૂવાત થી ખેડૂતો ને હાશકારો થયો છે.

છેલ્લા ૨૪ કલાકમાં રાજ્‍યના ૨૯ જીલ્લાના ૧૩૦ તાલુકાઓમાં હળવા થી ૬ ઇંચ સુધી નો વરસાદ નોંધાયો છે. સાથે સંઘ પ્રદેશ ના દાદરા નગર હવેલી પંથક માં પણ ૨.૫ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

ફ્‌લડ કંટ્રોલ પાસે થી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાક માં નોંધાયેલ વરસાદ ના મુખ્‍યત્‍વે આંકડા ને જોઈએ તો.... ડભોઇ ૧૫૧ મીમી, સંખેડા ૧૨૫ મીમી, ઉમરપાડા ૮૬ મીમી, ઉમરગામ ૮૫ મીમી, આહવા ૮૩ મીમી,  પાલનપુર ૭૧ મીમી, કામરેજ ૬૦ મીમી, માંગરોળ ૫૭ મીમી, વઘઇ ૫૫ મીમી, તારાપુર ૫૩ મીમી, વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત સુબીર ૪૪ મીમી, હાંસોટ ૩૫ મીમી, કપરાડા ૩૨ મીમી, વડગામ અને સતલાસણા ૨૮ં૨૮ મીની, ડોલવણ અને સૂરત સીટી ૨૬૨૬ મીમી, વાલીયા ૨૫ મીમી, આણંદ ૨૪ મીમી, ધાનેરા અને માંડવી ૨૩૨૩ મીમી, નેત્રંગ, ખેરગામ અને વલસાડ ૨૨ં૨૨ મીમી, અને વાપી ૨૧ મીમી વરસાદ નોંધાયેલ છે.

જ્‍યારે રાજ્‍ય ના અન્‍ય ૯૪ તાલુકા ઓ માં ૧ થી ૧૯ મીમી સુધી નો હળવો વરસાદ નોંધાયો છે, આજે સવાર થી મેઘરાજા દક્ષિણ ગુજરાત માં હેત વરસાવી રહ્યા છે, કાળા ડીબાંગ વાદળો વચ્‍ચે હળવો વરસાદ ચાલુ છે

(4:44 PM IST)