તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Monday, 16th June 2025
જનસહાયક ટ્રસ્ટ સહિતની સંસ્થાઓ દ્વારા રકતદાન કેમ્પઃ રકતદાતા દિવસની ઉજવણી

અમદાવાદ એસ.જી.વી.પી. ગુરૂકુળમાં રકતદાન શિબીર પ્રસંગે નરહરિ અમીન, વરૂણ અમીન, ભગવત અમીન, રોનક ચીડીપાલ, આશિષ રાજા વગેરે ઉપસ્થિત રહયા હતા.
રાજકોટ તા.૧૬: અમદાવાદમાં વિશ્વ રકતદાતા દિવસ નિમિતે તા.૧૪ જુન ૨૦૨૫ના રોજ જનસહાયક ટ્રસ્ટ સંચાલિત હિરામણી આરોગ્ય ધામ, હિરામણી સ્કુલ, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને ચીડિપાલ ગ્રુપના સહયોગથી રકતદાન શિબિરનું આયોજન એસજીવીપી ગુરૂકુળ ખાતે રાખવામાં આવ્યું હતું. જેમાં કુલ ૬૫ દાતાઓએ બ્લડ ડોનેટ કર્યું હતું.
આ પ્રસંગે જનસહાયક ટ્રસ્ટના પ્રમુખ અને સંસદસભ્ય શ્રી નરહરી અમીન, મેનેજિંગ ટ્રસ્ટીશ્રી વરૂણ અમીન, હિરામણી સ્કુલના સીઇઓ ભગવતભાઇ અમીન, હીરામણી આરોગ્યધામના શ્રી આશિષભાઇ રાજા, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના ડોકટર વિશ્વાસ અમીન, ચીડીપાલ ગ્રુપના શ્રી રોનક ચીડીપાલ, શ્રી વંશ ચીડીપાલ તેમજ રકતદાતાઓ ઉપસ્થિત રહયા હતા
(4:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
