તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 16th June 2025
અમદાવાદના અનેક વિસ્તારોમાં અનરાધાર વરસાદ : રસ્તાઓમાં પાણી ભરાયા: ટ્રાફિક જામની સમસ્યા
શાહીબાગ, મેઘાણીનગર, એરપોર્ટ રોડ અને રિવરફ્રન્ટ ,તેમજ સેટેલાઈટ, જોધપુર, પ્રહલાદનગર, વસ્ત્રાપુર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ તૂટી પડ્યો

અમદાવાદ શહેરમાં આજે ભારે બફારા વચ્ચે વરસાદનું આગમન જોવા મળ્યું છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદે એન્ટ્રી કરી દીધી છે. અનેક વિસ્તારોમાં રસ્તા પરથી પાણી પણ ચાલતા થઈ ગયા છે.
શાહીબાગ, મેઘાણીનગર, એરપોર્ટ રોડ અને રિવરફ્રન્ટ જેવા પૂર્વ અમદાવાદના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. બીજી તરફ પશ્ચિમ અમદાવાદના સેટેલાઈટ, જોધપુર, પ્રહલાદનગર, વસ્ત્રાપુર જેવા વિસ્તારો પણ વરસાદી માહોલમાં ભીંજાઈ ગયા છે.
અચાનક થયેલા વરસાદના કારણે અનેક રસ્તાઓ પર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે અને લોકોને ટ્રાફિક જામની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદી માહોલમાં ગરમીથી રાહત તો મળી છે, પણ લોકોને ટ્રાફિકને લીધે થોડીક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગે આગામી કલાકોમાં હજી વરસાદી ઝાપટાં પડે તેવી શક્યતા વ્યક્ત કરી છે.
(7:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
