<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th June 2025

નર્મદામાં વરસાદમાં વીજળી પડતા એક બાદ એક મૂંગા પશુઓના મોત : બંટાવાડી ગામે બળદ પર વીજળી પડતા મોત

બે દિવસ પહેલા દેડિયાપાડા તાલુકામાં ગાય, ભેંસ પર વીજળી પડતા મોત થયું હતું

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લામાં હાલ ચોમાસાનું આગમન થયું છે અને કેટલાક તાલુકામાં બે દિવસથી ગાજ વીજ સાથે વરસાદ પડી રહ્યો હોય જેમાં વીજળી પડવાથી એક બાદ એક મૂંગા પશુઓના મોતની ઘટના બની રહી છે. બે દિવસ પહેલા ડેડીયાપાડા તાલુકાના ઝાડોલી ગામની સીમમાં વીજળી પડવાથી એક ગાય અને એક ભેંસના મોતની ઘટના બની હતી બાદમાં દેડિયાપાડા તાલુકાના જ બંટાવાડી ગામમાં વીજળી પડતા બળદ નું સ્થળ પર મોત થયું છે

    મળતી માહિતી અનુસાર પાંચીયાભાઇ હાંદિયાભાઇ વસાવા, (રહે. બંટાવાડી ટેમરીફળીયુ તા.દેડીયાપાડા )નાઓ એ પોલીસ ને જાણ કર્યા મુજબ તેઓ પોતાના ખેતરે તેમના ઢોરો ચરાવતા હતા અને તે વખતે સાંજના આશરે ચારેક વાગ્યાના અરસામાં અચાનક ગાજ વીજ સાથે વરસાદી વાવાઝોડુ આવતા તેઓ તેમના ખેતરમાં આવેલ સાગના ઝાડ પાસે સંતાઇ ગયા હતા અને તેમના ઢોરો ખેતર પાસે આવેલ ખુલ્લી જગ્યામા ઘાંસ ચારામા ચરતા હતા ત્યારે જ અચાનક એક કાળા બળદ ઉં.વ.આ.૦૯ ઉપર આકાશી વિજળી પડતા તેમનું કાળા કલરનો બળદ સ્થળ ઉપર મોત ને ભેટ્યા હતો.


 

(10:59 PM IST)