<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th June 2025

રાજપીપળા સહિત જિલ્લામાં બે દિવસથી ધીમીધારે વરસાદ બાદ તડકો નિકળતા વાતવરણમાં ભારે બફારો

દર ચોમાસામાં દેડિયાપાડા તાલુકામાં વીજળી પડવાની ઘટના જોવા મળે છે

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લા સહિત રાજપીપળા માં બે દિવસથી ધીમીધારે વરસાદ પડે છે અને ત્યારબાદ અચાનક તડકો નિકળતા આ બેવડી ઋતુ ના કારણે વાતાવરણ માં ભારે બફારો થતા લોકો પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે.

 રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં થોડીવાર વરસાદ પડ્યા બાદ ઉનાળાની માફક તડકો નિકળતા લોકો ગરમીથી હેરાન થઈ રહ્યા છે અને આવી બેવડી ઋતુના કારણે બીમારીનો આંક પણ વધી રહ્યો છે, દેડિયાપાડા તાલુકામાં તો દર વર્ષે ચોમાસા દરમિયાન વીજળી પડવાની ઘટના બનતી આવી છે અને હાલમાં પણ વીજળી પડતા મૂંગા પશુઓના મોત નીપજ્યા છે, સદ નસીબે કોઈ વ્યક્તિનો ભોગ લેવાયો નથી.
રવિવારે રાત્રે અને સોમવારે સવારે પણ રાજપીપળામાં વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત મળી હતી પરંતુ ત્યારબાદ વરસાદ બંધ થતા ફરી ઉકળાટનો અનુભવ થયો હતો.


 

(11:00 PM IST)