<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th June 2025

મહીસાગર જિલ્લાના છ તાલુકામાં વરસાદ પડ્યો : બાલાસિનોરમાં સૌથી વધુ અઢી ઇંચ ખાબક્યો

લુણાવાડા, કડાણા અને વીરપુરમાં એક એક ઇંચ :સંતરામપુર અને ખાનપુરમાં અડધો અડધો ઇંચ વરસાદ

અમદાવાદ : રાજ્યના વિવિધ વિસ્તારમાં છેલ્લા બે દિવસથી વરસાદ પડી રહ્યો છે. તેમા ઉત્તરગુજરાતના જિલ્લામાં પણ વરસાદ નોંધાયો છે. મહીસાગર જિલ્લાના છ તાલુકામાં ગઈકાલે વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે જણાવેલા આંકડા મુજબ સૌથી વધારે બાલાસિનોરમાં વરસાદ નોંધાયો છે.

મહીસાગર જિલ્લાના બાલાસિનોર અઢી ઈંચ.લુણાવાડા 1 ઈંચ.કડાણા 1 ઈંચ.વીરપુર 1ઈંચ.સંતરામપુર અડધો ઈંચ.અને ખાનપુર અડધો ઈંચ વરસાદ વરસ્યો છે .

(11:49 AM IST)