<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th June 2025

ચોમાસાએ સૌરાષ્‍ટ્ર કવર કરી લીધુ, કચ્‍છ અને ગુજરાતના મોટાભાગો સુધી પહોંચી ગયું: અશોકભાઈ પટેલ

આવતા દિવસોમાં પણ ગુજરાતમાં ચોમાસુ સક્રીય રહેશે

રાજકોટઃ દક્ષિણ પヘમિ ચોમાસુએ આખું સૌરાષ્‍ટ્ર કવર કરી લીધુ છે. કચ્‍છ અને ગુજરાતના મોટાભાગો સુધી પહોંચી ગયાનું વેધરએનાલીસ્‍ટ શ્રી અશોકભાઈ પટેઇે જણાવ્‍યું છે.

તેઓએ જણાવેલ કે દક્ષિણ પヘમિ ચોમાસું સમગ્ર સૌરાષ્‍ટ્ર અને કચ્‍છ તેમજ ગુજરાત રિજિયનમાં મોટાભાગના વિસ્‍તારોમાં આગળ વધ્‍યું - ચોમાસાની ઉત્તરી સીમા આજે ૧૭ જૂન ૨૦૨૫ના રોજ અરબી સમુદ્રમાં 24°N Lat., ડીસા, ઇન્‍દોર અને આગળના વિસ્‍તારોમાંથી પસાર થાય છે

હાલની પરીસ્‍થિતિ જોઈએ તો દક્ષિણ પヘમિ ચોમાસું આગળ વધ્‍યું છે. ઉત્તર અરબી સમુદ્રના વધુ વિસ્‍તારોમાં સમગ્ર સૌરાષ્‍ટ્ર, મોટાભાગના કચ્‍છ અને ગુજરાત રિજિયનમાં વિદર્ભના બાકી વિસ્‍તારોમાં, મધ્‍ય પ્રદેશના વધુ કેટલાંક વિસ્‍તારોમાં, છત્તીસગઢના મોટાભાગના વિસ્‍તારોમાં, ઓડિશાના બાકી વિસ્‍તારોમાં, ઝારખંડના કેટલાક વિસ્‍તારોમાં, સમગ્ર ગેંગેટિક પヘમિ બંગાળમાં, સબ-હિમાલયન પヘમિ બંગાળના બાકી વિસ્‍તારોમાં, બિહારના કેટલાક વિસ્‍તારોમાં

નોંધઃ ચોમાસાની ઉત્તરી સીમા હવે ડીસા (~24.4°N) પાસેથી પસાર થઈ રહી છે, જે કચ્‍છના મોટાભાગના ભાગને આવરી લે છે. કચ્‍છના અતિ ઉત્તર ભાગમાં લગભગ 24.7°N નજીક એક નાનો ખૂણો હજુ પણ ચોમાસાની પ્રવેશની રાહ જોઈ રહ્યો હોય શકે.

આજે ૧૭ જૂન ૨૦૨૫ના રોજ NLM નીચેના સ્‍થળોથી પસાર થાય છે. 24.0°N / 60.0°E, 24.0°N / 65.0°E, ડીસા, ઇન્‍દોર, પંચમઢી, મંડલા, અંબિકાપુર, હઝારીબાગ, સુપૌલ, અને 29.0°N / 84.0°E

વેધરએનાલીસ્‍ટ શ્રી અશોકભાઈ પટેલ વધુમાં જણાવે છે કે આગામી ૨ દિવસ દરમિયાન દક્ષિણ પヘમિ ચોમાસું નીચેના વિસ્‍તારોમાં આગળ વધવાની સંભાવના છે. ઉત્તર અરબી સમુદ્ર અને ગુજરાતના બાકી વિસ્‍તારો, રાજસ્‍થાનના કેટલાક ભાગો, મધ્‍ય પ્રદેશના વધુ કેટલાંક ભાગો, છત્તીસગઢ, ઝારખંડ અને બિહારના બાકી વિસ્‍તારો, પૂર્વ ઉત્તર પ્રદેશના કેટલાક ભાગો મુખ્‍ય હવામાન પેરામીટર.

દક્ષિણ પヘમિ બાંગ્‍લાદેશ અને ગેંગેટિક પ?મિ બંગાળના પડોશમાં આવેલું લો પ્રેસર ક્ષેત્ર આજે ૧૭ જૂન ૨૦૨૫ના રોજ સવારે ૦૮:૩૦ IST સુધી ત્‍યાં જ છે. તે પヘમિ-ઉત્તર પヘમિ દિશામાં ધીમે ધીમે ખસે અને આગામી ૨૪ કલાકમાં વધુ પ્રબળ (WMLP) થવાની સંભાવના છે. બીજું લો પ્રેસર ક્ષેત્ર ગુજરાત રિજિયન અને આસપાસના વિસ્‍તારોમાં પણ આજે સવારે ૦૮:૩૦ IST સુધી અસ્‍તિત્‍વમાં છે. તે આગામી ૨૪ કલાકમાં લગભગ ઉત્તર દિશામાં ખસે તેવી શકયતા છે. 

 

(2:56 PM IST)