તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 17th June 2025
અમદાવાદમાં સામાન્ય વરસાદે પોલ ખોલી :નિકોલના ગોપાલ ચોકમાં રસ્તાઓ પર ઘૂંટણ સમા પાણી ભરાયા
પાણીના ભરાવાએ વાહન ચાલકોને ભારે હાલાકી :અનેક વાહનો પાણીમાં બંધ પડી ગયા :બાઇક, કાર અને રિક્ષા ચલાવનારાઓ માટે આગળ વધવું મુશ્કેલ

અમદાવાદમાં ફરી એકવાર નજીવા વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી-પાણી થઈ ગયું છે. શહેરના નિકોલ વિસ્તારમાં આવેલા ગોપાલ ચોકમાં તો હાલત એવી થઈ ગઈ કે રસ્તાઓ પર ઘૂંટણ સમું પાણી ભરાઈ ગયું છે. આ પાણીના ભરાવાએ વાહન ચાલકોની મુશ્કેલીઓમાં ઘણો વધારો કર્યો છે.
નિકોલના ગોપાલ ચોકમાં રસ્તાઓ પર એટલું પાણી ભરાયું ગયું છે કે બાઇક, કાર અને રિક્ષા ચલાવનારાઓ માટે આગળ વધવું મુશ્કેલ બની ગયું છે. કેટલાય વાહનચાલકો મહામુશ્કેલીએ પાણીમાંથી પસાર થયા, જ્યારે કેટલાયનાં વાહનો તો પાણીમાં બંધ પડી ગયાં.
સ્થાનિક લોકોનું કહેવું છે કે, આ સમસ્યા નવી નથી. દર વર્ષે ચોમાસું આવે ત્યારે ગોપાલ ચોક અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થાય છે. સ્થાનિકો એ આક્ષેપ કર્યા છે કે, “અમે ઘણી વખત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રજૂઆત કરી છે. ડ્રેનેજ સિસ્ટમ સુધારવાની માગણી કરી છે પણ કોઈ ધ્યાન આપતું નથી. દર વર્ષે આવા જ હાલત થાય છે."
(6:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
