News of Tuesday, 17th June 2025
આગામી 36 કલાક ચિંતાજનક : દક્ષિણ ગુજરાત- સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક સ્થળે ભારેથી અતિ ભારે વરસાદ પડશે : અંબાલાલ પટેલની આગાહી
અમદાવાદ અને ગાંધીનગરમાં આગામી 36 કલાકમાં ભારે વરસાદ ખાબકશે :નીચાણવાળા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ શકે

અમદાવાદ :રાજ્યમાં વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે. જેમાં આગામી 36 કલાકમાં ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડશે. તથા સૌરાષ્ટ્રના ભાગમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદ પડશે. તથા ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થશે
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત અને મહારાષ્ટ્રના સરહદી વિસ્તારોમાં વરસાદનો ભયંકર રાઉન્ડ આવી શકે છે. અહીં અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. તેઓએ જણાવ્યું કે, વડોદરા સહિત મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં પણ આવો જ વરસાદ પડી શકે છે. જેના કારણે નદીઓના પાણીની સપાટીમાં વધારો અને શહેરોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે.
દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે. એટલું નહીં આગાહી 36 કલાક અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે રહેશે તેવું જણાવ્યું છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે અમદાવાદ અને ગાંધીનગરમાં આગામી 36 કલાકમાં ભારે વરસાદ વરસી શકે છે. તથા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ શકે છે. તેમજ ઉત્તર ગુજરાત અને સાબરકાંઠાના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની શક્યતા છે. તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદી જમાવટ જોવા મળશે. મહેસાણા અને ખેરાલુમાં ભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે.
(6:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
