<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th June 2025

ભારે વરસાદને પગલે ગુજરાતના 134 માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરાયા

પંચાયત હસ્તકના કુલ 95 માર્ગો વાહનવ્યવહારમાટે બંધ : ભાવનગરમાંથી પસાર થતો 1 નેશનલ હાઈવે ભારે વરસાદને કારણે બંધ કરાયો

અમદાવાદ :ગુજરાતમાં આ વર્ષે નૈઋત્યના ચોમાસાનો ધમાકેદાર  પ્રાંરભ થયો છે. આજે બપોરના 2 વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધીના માત્ર બે કલાકના સમયગાળામાં જ 104 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમા સૌથી વધુ વરસાદ સુરેન્દ્રનગરના થાનગઢમાં પોણા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે. 
ગુજરાતમા ચોમાસાના પ્રાંરભે વરસેલા ભારે વરસાદને પગલે, રાજ્યના 134 માર્ગો બંધ છે. જેમાં 10 સ્ટેટ હાઈવે ઉપર પાણી ફરી વળતા કે અન્ય કોઈ કારણોસર વાહનવ્યવહાર માટે બંધ કરાયા છે. તો 28 અન્ય માર્ગો પણ વાહનવ્યવહાર માટે બંધ કરાયા છે. પંચાયત હસ્તકના કુલ 95 માર્ગો વાહનવ્યવહારમાટે બંધ કરાયા છે. ભાવનગરમાંથી પસાર થતો 1 નેશનલ હાઈવે ભારે વરસાદને કારણે બંધ કરાયો છે

(7:13 PM IST)