તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 17th June 2025
ઉપરવાસમાંથી પાણીની આવક થતાં નર્મદા ડેમની સપાટી 119.75 મીટર સુધી પહોંચી

( ભરત શાહ દ્વારા ) નર્મદા :ગુજરાત માટે સારા સમાચાર મળી રહ્યા છે. ગુજરાતની જીવાદોરી નર્મદા બંધ સપાટી માં વધારો નોંધાઇ રહ્યો છે, આજે નર્મદા ડેમ ની સપાટી 119.75 મીટરે પહોંચી છે.અને મધ્ય પ્રદેશમાં સારો વરસાદ પડતા જેનું પાણી સીધું સરદાર સરોવર માં આવી રહ્યું છે આજે ઉપરવાસ માંથી 20687 ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. એટલે સપાટીમાં વધારો નોંધાઇ રહ્યો છે.
હાલ નર્મદા ડેમમાંથી ગુજરાત માટે કેનાલમાં 17000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે એટલેકે રાજ્યના ખેડૂતોને સિંચાઈ માટે અને પીવા માટે પાણી પહોંચાડવા સક્ષમ છે ડેમના દરવાજા લાગતા ડેમની સ્ટોરેજ કેપેસિટી વધી છે.અને નર્મદા બંધના સરોવર માં 138.68 મીટર સુધી પાણી ભરી શકાઈ છે એટલેકે રાજ્યના ખેડૂતોને સિંચાઈ માટે અને પીવામાટે પાણી પહોંચાડવા સક્ષમ છે.
આજે સરદાર સરોવર નર્મદા ડેમ ખરેખર ગુજરાતની જીવાદોરી સાબિત થવા જઈ રહ્યો છે. નર્મદા ડેમ ગુજરાતના ખૂણેખૂણે પાણી પહોંચાડવામાં સક્ષમ થશે. અને હાલતો ઉપરવાસ એટલેકે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર માં સારો વરસાદ પડતાં નર્મદા ડેમ માં નવા નીર ની આવક શરૂ થઈ ચુકી છે.
(9:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
