<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th June 2025

રાજપીપળા પો.સ્ટેના પ્રોહી.ના બે ગુનામાં ૦૯ વર્ષથી ભાગતા આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી. નર્મદા.

( ભરત શાહ દ્વારા )નર્મદા :પ્રશાંત સુબે પોલીસ અધિક્ષક, નર્મદા નાઓએ નર્મદા જીલ્લાના તમામ પો.સ્ટે. વિસ્તારમાં દાખલ થયેલ ગુનાઓના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢી પરીણામલક્ષી કામગીરી કરવા આપેલ સૂચના આધારે પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી., આર.જી ચૌધરી નાઓના સીધા માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ટીમ ને બાતમી મળેલ કે રાજપીપળા પો.સ્ટે. ના પ્રોહી. ના બે અલગ અલગ ગુનામાં છેલ્લા નવ વર્ષ થી વોન્ટેડ આરોપી ગૌતમભાઈ નરેન્દ્રભાઈ ઉર્ફે બાબુભાઈ મારવાડી ઉર્ફે માલી (રહે.બેડા કંપની થવા તા.નેત્રંગ જી.ભરુચ ને સોનગઢ (તાપી) ખાતેથી પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.

(10:12 PM IST)