તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 18th June 2025
અમદાવાદ એડવર્ટાઇઝીંગ વેલફેર સર્કલ દ્વારા વિદ્યાર્થીઓનું સન્માન

(કેતન ખત્રી દ્વારા) અમદાવાદઃ તા.૧૭, અમદાવાદ એડવર્ટાઇઝિંગ વેલફેર સર્કલ એસોસિએશન (AACA) દ્વારા વાર્ષિક સામાન્ય સભા અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓના સન્માનનો કાર્યક્રમ આયોજિત થયો હતો.
કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને AACA એન્થમથી થઈ હતી. ત્યારબાદ તાજેતરમાં અમદાવાદમાં થયેલી દુઃખદ વિમાન દુર્દ્યટનામાં પ્રભાવિત તમામ લોકો માટે સમૂહ પ્રાર્થના કરવામાં આવી હતી.કાર્યક્રમમાં AACA ના વિવિધ આયોજનોનો અહેવાલ રજૂ થયો.અત્રે ઉલ્લેખનિય છે કે AACAદ્વારા તાજેતરમાં Influencer Conclave, હેલ્થ અવેરનેસ સેમિનાર, આઠમો રક્તદાન કેમ્પ તથા નોટબુક વિતરણ કાર્યક્રમ સહિત અનેક પ્રેરણાદાયી સેવાકાર્યો પણ હાથ ધરાયા હતા. (૩૬-૧૪/૧પ)
(2:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
