<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th June 2025

રથયાત્રા પૂર્વે અમદાવાદ ક્રાઈમ બ્રાંચનો સપાટો: બિશ્નોઈ ગેંગના સાગરિતની ઉદયપુરથી ધરપકડ

ગુજરાત એટીએસ દ્વારા ત્રણ વર્ષ પહેલા એક હથિયારના કેસમાં ફરાર લોરેન્સ બિશ્નોય ગેંગનો વ્યક્તિ મનોજ ઉર્ફે ચક્કી સાલવીને ઉદયપુરથી ઝડપી લેવાયો

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા, રથયાત્રા પૂર્વે અમદાવાદમાં સપાટો બોલાવ્યો છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગના એક સાગરિતની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત એટીએસ દ્વારા ત્રણ વર્ષ પહેલા એક હથિયારના કેસમાં ફરાર લોરેન્સ બિશ્નોય ગેંગનો વ્યક્તિ મનોજ ઉર્ફે ચક્કી સાલવીની ઉદયપુરથી ધરપકડ કરવામાં આવી છે. મનોજ સાલવી સગીરવયથી જ લોરેન્સ ગેંગ સાથે સંબંધ ધરાવે છે અને અનેક નાના મોટા ગુનાઓને પણ અંજામ આપી ચૂક્યો છે.

(7:21 PM IST)