News of Wednesday, 18th June 2025
પલસી ગામમાં આંગણામાં રમતા 6 વર્ષિય બાળકને કરંટ લાગતા મોત

( ભરત શાહ દ્વારા ) નર્મદા: હાલ ચાર પાંચ દિવસથી નર્મદા જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે જેમાં મૂંગા પશુઓના મોત થયા છે ત્યારે હાલ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના પલસી ગામમાં બાળકને કરંટ લાગતા મોત નીપજ્યું હતું
પ્રાપ્ત વિગતો અનુસાર મોતીસીંગભાઇ રમણભાઇ વસાવા (રહે. પલસી નિશાળ ફળીયુ )નાઓએ પોલીસને જાણ કર્યા મુજબ તેમનો દિકરો હર્ષકુમાર મોતીસીંગભાઇ વસાવા( ઉં.વ-૦૬) નો તા.૧૭/૦૬/૨૦૨૫ ના રોજ સવાર ના કલાક ૦૮/૦૦ વાગે પોતાના ઘરના આંગણામાં રમતો હતો તે વખતે આંગણામાં આવેલ ઇલેક્ટ્રીક લાઇનના સિમેન્ટના થાંભલા સાથે ઉતરતા અર્થિંગના તાર સાથે કરંટ લાગતા તેનું મોત થયું હતું.રાજપીપળા પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે.
(10:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
