<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th June 2025

વધુ એક બાળકીનું અપહરણ : નાંદોદ તાલુકાના એક ગામની સગીરાનુ લગ્નની લાલચે અપહરણ

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લામાં સગીર બાળકીઓના અપહરણની ઘટના વધી રહી હોય તાજેતરમાં રાજપીપળા નજીકના એક ગામની અને દેડિયાપાડા તાલુકાના એક ગામની સગીરાનુ લગ્નની લાલચે અપહરણ થયાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ હતી ત્યાં હાલ વધુ એક ઘટના સામે આવી જેમાં નાંદોદ તાલુકાના એક ગામની સગીર વયની બાળકીનું લગ્નની લાલચે અપહરણ થયું છે

   પ્રાપ્ત વિગતો અનુસાર નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના એક ગામની સગીર વયની બાળકી ને બ્રિજેશભાઇ સ્વામીનાથ વસાવા (રહે. કુમસગામ તા.નાંદોદ જી.નર્મદા) નાઓ તથા બીજો એક અજાણ્યા ઇસમે તા.૧૨/૦૬/ ૨૦૨૫ નાં રોજ રાત્રીના દશેક વાગ્યા અરસામાં દાતણ આમલી ગામના રોડ ઉપરથી સગીરા જેની ઉ.વ.૧૭ વર્ષ ની હોવાનું જાણવા છતાં લગ્ન કરવાની લાલચ આપી હાથ ખેંચી મોટર સાઈકલ ઉપર બેસાડી અપહરણ કરી લઈ જઇ એકબીજાની મદદગારી કરી ગુનો કરતા આમલેથા પોલીસે બે વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(10:15 PM IST)