તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Thursday, 19th June 2025
ડાંગ જિલ્લામાં ભારે વરસાદ: સાંજ સુધીમાં 4 ઇંચ ખાબક્યો : :સાપુતારા આવતા સહેલાણીઓને સાવચેત રહેવા સૂચના
નદી, નાળા, કોતરો, જળધોધમાં ઉતરવું નહીં અને ખીણ પ્રદેશ, ડુંગરો, વન્યજીવો સાથે જોખમી રીતે સેલ્ફી લેવા કે ફોટોગ્રાફી ન કરવી

ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ડાંગ જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ દ્વારા પ્રાપ્ત થયેલા આંકડા મુજબ, 18 જૂન, 2025ના રોજ સવારે 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા દરમિયાન જિલ્લામાં સરેરાશ 92.33 મિ.મી વરસાદ નોંધાયો છે. જેને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર જનતાને સાવચેતી રાખવા અપીલ કરી છે.
ડાંગ જિલ્લામાં ભારે વરસાદને કારણે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાહનચાલકો, રાહદારીઓ, પશુપાલકો અને ખેડૂતોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે, ત્યારે ચોમાસાની ઋતુમાં ડાંગ જિલ્લાની પ્રાકૃતિક સુંદરતા માણવા આવતા પ્રકૃતિપ્રેમી પર્યટકોને ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે કે, નદી, નાળા, કોતરો, જળધોધમાં ઉતરવું નહીં અને ખીણ પ્રદેશ, ડુંગરો, વન્યજીવો સાથે જોખમી રીતે સેલ્ફી લેવા કે ફોટોગ્રાફી ન કરવી. આ સાથે જાહેર માર્ગો કે સાર્વજનિક પર્યટન સ્થળોએ આડેધડ વાહનો પાર્ક ન કરવા.
તંત્રએ નાગરિકોને અપીલ કરતા જણાવ્યું છે કે, વરસાદી વહેણ કે પાણી ભરાયાં હોય તેવા માર્ગો કે પુલો પરથી પસાર ન થવું. ભૂસ્ખલનને કારણે બંધ કરાયેલા માર્ગોનો ઉપયોગ ન કરવો. કાયદો વ્યવસ્થા જાળવતા લશ્કરો અને સ્વયંસેવકોને સહયોગ આપવો. તેમજ જિલ્લા વહીવટી તંત્રએ સૌને યોગ્ય રીતે પ્રાકૃતિક નજારાને માણવા અને પ્રજાધર્મ નિભાવી વિશેષ જાગૃતિ દાખવવા અપીલ કરી છે.
(12:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
