<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th June 2025

કર્ણાટકની ભીડથી સર્જાયેલ દુર્ઘટનાથી ચિંતિત હર્ષ સંઘવી દ્વારા ટોચના અધિકારીઓ સાથે અમદાવાદની રથયાત્રા માટે મનોમંથનની ગણત્રીના કલાકોમાં તંત્ર ટોપ ગીયરમાં

ભીડની પરિસ્‍થિતિ પર નિયંત્રણ અને બાજનજર રાખવા AI સીસીટીવી સાથે જોડવાનું કાર્ય પુરજોશમાં સીપી જ્ઞાનેન્‍દ્રસિહ મલ્લિક ટીમ દ્વારા ચાલી રહ્યું છે : કાશ્‍મીરની આતંકી ઘટના અંતર્ગત બીએસએફ, મરીન પોલીસ અને સેન્‍ટ્રલ આઇબી સાથે સંકલન માટે સિનિયર IPSના માર્ગદર્શનમાં ટીમો એક્‍ટિવ બની : રથયાત્રા પછી ત્રણ જ દિવસમાં નિવૃત થનાર મુખ્‍ય પોલીસ વડા વિકાસ સહાયની પણ અગ્નિ પરીક્ષાઃ ક્રાઈમ બ્રાન્‍ચ વડા શરદ સિંઘલ, સેક્‍ટર વડા નીરજ બડ ગુજ્જર, સેક્‍ટર વડા જયપાલસિંહ રાઠોડને મહત્‍વની જવાબદારીઓ સુપ્રતઃ ભારે ધમધમાટ

રાજકોટ, તા. ૧૯: દેશની બીજા નંબરની સહુથી મોટી રથયાત્રા અને કુંભ મેળા પછી દેશમાં સહુથી મોટા અને કસોટીરૂપ બંદોબસ્‍તવાળી અમદાવાદની ઐતિહાસિક રથયાત્રા નિર્વધને પસાર થવા સાથે કર્ણાટક જેવી ભીડને કારણે દુર્ઘટના ન ઘટે તે માટે ગળહમંત્રી હર્ષભાઇ સંઘવી દ્વારા એક હાઇ લેવલની બેઠક ગાંધીનગર ખાતે યોજી હતી, જેમાં સુરક્ષા વ્‍યવસ્‍થા સાથે લોકોની આસ્‍થાને કારણે સર્જનારી ભીડ કંટ્રોલ કરવા આર્ટીફિશયલ ઇન્‍ટેલિજન્‍સ સોફટવેરનો પ્રથમ વખત ઉપયોગ કરવા નિર્ણય લેવાયો છે.  

રથયાત્રા પછી ત્રણ દિવસમાં જેવો કાયદેસર વય મર્યાદાના કારણે નિવળત થવાના છે તેવા રાજ્‍યના મુખ્‍ય પોલીસ વડા વિકાસ સહાય માટે પણ આ બંદોબસ્‍ત અગ્નિ પરીક્ષા જેવો છે. સ્‍વચ્‍છ છબી ધરાવતા આ સિનિયર આઇપીએસની આખી કારકિર્દી બેદાગ રહી હોવાથી આ રથયાત્રા  નિર્વિઘ્‍ને પસાર થાય તે ખૂન મહત્‍વની છે. આ બેઠકમાં તેઓ ઉપસ્‍થિત રહેલ. બેઠકમાં અમદાવાદના પોલીસ કમિશ્નર જ્ઞાનેન્‍દ્રસિંહ મલ્લિક, લો એન્‍ડ ઓર્ડર વડા રાજકુમાર પાંડિયન, સ્‍પેશ્‍યલ બ્રાન્‍ચ વડા વિધિ ચોધરી, અને ક્રાઈમ બ્રાન્‍ચ સહિતના સિનિયર અધિકારીઓ ઉપસ્‍થિત રહી સમીક્ષા કરી હતી.

અત્રે એ યાદ રહે કે રથયાત્રાની આગળ ફુટ પેટ્રોલિંગ અમદાવાદ સહિતની ટપોરી ગેંગને ઓળખતા  અને ધાક ધરાવતી ક્રાઇમ બ્રાન્‍ચ પરંપરા મુજબ ક્રાઇમ બ્રાન્‍ચ વડા શરદ સિંઘલના નેતળત્‍વમાં સંભાળશે.        

બીએસએફ બેક ગ્રાઉન્‍ડ ધરાવતા પોલીસ કમિશ્નર દ્વારા કાશ્‍મીર ખીણની આતંકી ઘટના બાદ બોર્ડર દ્વારા ઘૂસણખોરી રોકવા બેઠકો યોજી છે. દુશ્‍મન દેશના સ્‍લીપર સેલનો તત્‍વો ભાડૂત બની ઘુસે નહીં તે માટે ચોક્કસ વિસ્‍તારોના ભાડૂત ચેક કરાવે અભિયાન તેજ બનાવાતું છે. ક્રાઇમ બ્રાન્‍ચના ડીસીપી અજિત રાજિયાણ ટીમ મહત્‍વની જવાબદારી સંભાળે છે.     

કોમી એકતા માટે અમદાવાદના બંને સેક્‍ટર અને ખાસ કરી યાત્રા રૂટના વિસ્‍તારોમાં  બંને કોમ વચ્‍ચે ક્રિકેટ મેચ, લોહીની રંગ માફક એકતાનો રંગ એ થીમ પર કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. સેક્‍ટર વડા નીરજ બડ ગુજ્જર, અને સેક્‍ટર વડા જયપાલસિંહ રાઠોડ કે જેની ટીમ વિમાની દુર્ઘટના પછી DNA, ઝડપી થાય અને લોકોને ઝડપથી તેમના સ્‍વજનોના મળત્‍યુદેહ મળે તે માટે તત્‍પર છે, તેવા આ આઇપીએસ અને ડીસીપી પ્રદીપસિંહ જાડેજા ટીમ પણ એક્‍ટીવ બની છે.

(1:46 PM IST)