<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th June 2025

રાજકોટથી બદલી પામેલા કલેકટર પ્રભવ જોષીને જન્‍મદિન મુબારક

રાજકોટ : જિલ્લા કલેકટર તરીકે યશસ્‍વી કામગીરી કરી ગુજરાત પ્રવાસન નિગમના મેનેજીંગ ડીરેકટર તરીકે નિમણુક પામેલા શ્રી પ્રભવ જોષીનો જન્‍મ તા. ૧૯ જુન ૧૯૮૯ ના દિવસે થયેલ. આજે ૩૭ માં  વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ રાજસ્‍થાનના વતની અને ર૦૧૪ ની બેંચના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે.

શ્રી પ્રભવ જોષી ભૂતકાળમાં રાજકોટ ગ્રામ્‍યના પ્રાંત અધિકારી, કચ્‍છમાં જિલ્લા વિકાસ અધિકારી, ગુજરાત મેડીકલ સર્વીસીઝ કંપનીમાં એમ. ડી. ઉત્તર ગુજરાત વીજ કંપની મહેસાણામાં એમ. ડી. વગેરે પદ પર ફરજ બજાવી ચૂકયા છે. ગાંધીનગરમાં નવી જગ્‍યાએ એક - બે દિવસમાં કાર્યભાર સંભાળનાર છે.

ફોન નં. ૦ર૮૧ - ર૪૭૩૯૦૦

મો. ૯૯૭૮૪ ૦૬રર૦ રાજકોટ

(4:17 PM IST)