<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th June 2025

સવારથી સુરત જિલ્લામાં મોટાભાગના તાલુકામાં ધોધમાર વરસાદ: માંગરોળ.ઓલપાડ અને ઉમરપાડામાં દોઢ દોઢ ઇંચ

પલસાણામાં પોણો ઇંચ,બારડોલી અને કામરેજમાં અડધો અડધો ઇંચ વરસાદ : જાણો અન્ય તાલુકામાં સવારે 10 વાગ્યા સુધીમાં કેટલો વરસ્યો વરસાદ

સુરત : હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે. અરબસાગરમાં કરંટ આવ્યો છે અને વરસાદી સિસ્ટમ બની છે. જેથી છેલ્લા 24 કલાકથી રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદ થઈ રહ્યો છે. જે અંતર્ગત આજે વહેલી સવારે 6 વાગ્યાથી સુરત જિલ્લામાં મોટાભાગના તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

મહત્ત્વનું છે કે ગઈકાલે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસસાદ વરસ્યો છે. વરસાદ પડતા લોકો ભારે હાલાકીમાં મુકાયા છે. ધંધા-રોજગાર પર જતા લોકોને ભારે અગવડતા પડી છે.

  માંગરોળ તાલુકામાં 1.65 ઈંચ વરસાદ,ઓલપાડ તાલુકામાં 1.46 ઈંચ વરસાદ, ઉમરપાડા તાલુકામાં 1.38 ઈંચ વરસાદ, પલસાણા તાલુકામાં 0.71 ઈંચ વરસાદ, બારડોલી તાલુકામાં 0.51 ઈંચ વરસાદ, કામરેજ તાલુકામાં 0.31 ઈંચ વરસાદ, માંડવી તાલુકામાં 0.12 ઈંચ વરસાદ, સુરત સિટીમાં 0.08 ઈંચ વરસાદ અને મહુવા તાલુકામાં 0.08 ઈંચ વરસાદ વરસ્યો છે 

(11:36 AM IST)