<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th June 2025

ભરૂચના વાલિયા પંથકમાં જળબંબાકારની સ્થિતિ: 4 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબકતા પાણી ભરાયા

અંકલેશ્વરથી વાલિયાને જોડતા સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળ્યા: ઇકો કાર ફસાઈ : સ્ટેટ હાઇવે પર વાહનવ્યવહાર બંધ થયો

ભરૂચઃ ભરૂચ જિલ્લામાં આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહયૉ છે ત્યારે ભરૂચ જિલ્લાના વાલિયા પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. 4 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબકતા પાણી ભરાયા છે. અંકલેશ્વરથી વાલિયાને જોડતા સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળ્યા હતા . નાળાની કામગીરીના પગલે અપાયેલા ડાયવર્ઝન પર પણ પાણી ફરી વળ્યા છે . ધસમસતા પાણી વચ્ચેથી પસાર થતા ઈકો કાર ફસાઈ હતી. કારમાં સવાર લોકોનો આબાદ બચાવ થયો છે. સ્ટેટ હાઇવે પર વાહનવ્યવહાર બંધ થયો છે

(11:59 AM IST)