<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th June 2025

વકફ બોર્ડએ વહિવટદાર નિમેલ છે, તપાસનીશ નહીં: દલ

 

રાજકોટ તા. ૧૯ :.. પ્રસિધ્‍ધિ મેળવવા માટે જે આક્ષેપો કર્યા હતા. તે ગુજરાત રાજય વકફ બોર્ડએ ખારીજ કરી દીધા છે જે ટ્રસ્‍ટ માટે મોટી સફળતા છે. લોકોનો વિશ્વાસ અહીં અતૂટ રહે કે, અહીં કોઇ ભ્રષ્‍ટાચાર થયેલ નથી એજ લોકોની ત્‍થા અમારી શ્રધ્‍ધાની જીત છે. વહીવટ કોઇપણ કરે પણ ખોટુ કોઇ ન કરે એવી અપીલ છે. નજીકના ભવિષ્‍યમાં જ સત્‍યની અને હકકની જીત થશે એવો વિશ્‍વાસ પ્રમુખ યુસુફભાઇ દલ અને હઝરત  ગૈબનશાહપીર દરગાહ શરીફ ટ્રસ્‍ટી મંડળે એક અખબારી યાદીમાં જણાવી વ્‍યકત કર્યો છે.

આ યાદીમાં વધુમાં જણાવ્‍યું છે કે, પ્રમુખ હાજી બાબુ જાનમામદના ર૦૧૯ માં અવસાન બાદ ટ્રસ્‍ટીઓએ ઠરાવ કરી તેમના દીકરા યુસુફભાઇને કાર્યકારી પ્રમુખ તરીકે પ્રથમ નિમણુંક આપેલ હતી પણ આ નિમણૂંક સામે પ્રથમ સમર્થન આપનાર એક સભ્‍યે વાંધા અરજી કરી અને નવુ ટ્રસ્‍ટી મંડળ બજાવી ફેરફાર રીપોર્ટ મોકલી આપતા બન્ને રીપોર્ટના તકરારી થયા હતાં. અને કેસની સુનાવણી હાથ ધરવામાં આવેલ.

જેમાં બધા પક્ષકારોએ પોતપોતાનો  પક્ષ રાખેલો અને સહમતિથી છ મહિના માટે વહિવટદાર નિમવાનું ઠરાવવામાં આવેલ. જો કે એક વાતની ખુશી અને ગર્વ પણ એ છે કે ગુજરાત રાજય વકફ બોર્ડ દ્વારા વહિવટદાર નિમવામાં આવેલ છે કોઇ તપાસનીશ નહી. જેથી ગુજરાત રાજય વકફ બોર્ડ દ્વારા ટ્રસ્‍ટને વકફ એકટની કલમ-૭૦ હેઠળના ભ્રષ્‍ટાચારના આક્ષેપોથી તો કિલનચીટ મળી ગઇ છે. તેમ યાદીમાં યુસુફભાઇએ જણાવ્‍યું હતું.

(12:02 PM IST)