હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 19th June 2025
સરખેજ-ગાંધીનગર હાઇવે ઉપર વરસાદી પાણી ફરી વળતા હાલાકી: સર્વિસ રોડ પર અનેક જગ્યાઓ પર પાણી ભરાયા
નારોલ-વિશાલા રોડ જળમગ્ન :રસ્તાઓ જળબંબાકાર થતાં વાહનચાલકો હેરાન-પરેશાન થયા: હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો

અમદાવાદઃ ભારે વરસાદથી રસ્તાઓ પાણી-પાણી થયા છે. નારોલ-વિશાલા રોડ પર પાણી વહેતા થયા છે. મુકેશ ઈન્ડ્રસ્ટ્રીઝ પાસે મુખ્ય રસ્તો પાણીમાં ગરકાવ થયો છે, રસ્તાઓ પર ઘૂંટણ સમા પાણી ભરાયા.છે પાણી ભરાતા અનેક વાહનો બંધ થયા છે ધોધમાર વરસાદ બાદ અનેક રસ્તાઓ જળમગ્ન થયા છે.
દરમિયાન સરખેજ-ગાંધીનગર હાઇવે ઉપર પાણી ફરી વળતા હાલાકી થઇ રહી છે. સર્વિસ રોડ પર અનેક જગ્યાઓ પર પાણી ભરાયા છે. રસ્તાઓ જળબંબાકાર થતાં વાહનચાલકો હેરાન-પરેશાન થયા છે. હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સામે આવ્યા છે. દર વર્ષે સમસ્યા છતાં મનપા દ્વારા કોઈ વ્યવસ્થા કેમ નહીં તે સવાલ છે.
(1:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
