હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 19th June 2025
અમદાવાદમાં મધરાત્રે ધોધમાર વરસાદ :નારોલથી વિશાલ તરફ જતા રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાયા: ભારે હાલાકી
રસ્તા પર પાણીના વહેણ શરૂ થતા અનેક વાહનચાલકો અટવાયા: કેટલાક વાહનો પાણીમાં બંધ થયા: મુકેશ ઈન્ડ્રસ્ટ્રીઝ પાસે મુખ્ય રસ્તો પાણીમાં ગરકાવ થયો

અમદાવાદમાં મોડી રાતે વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો જેના કારણે અનેક સ્થળોએ પાણી ભરાયા હતા. વરસાદી પાણી ભરાતા વહેલી સવારે ઓફિસ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદના નારોલમાં તો રસ્તા પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા.નારોલ થી વિશાલ તરફ જતા રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાયા હતા. રસ્તા પર પાણીના વહેણ શરૂ થતા અનેક વાહનચાલકો અટવાયા હતા અને કેટલાક વાહનો પાણીમાં બંધ થયા હતા. મુકેશ ઈન્ડ્રસ્ટ્રીઝ પાસે મુખ્ય રસ્તો પાણીમાં ગરકાવ થયો છે.
(1:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
