હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ACBની સફળ ટ્રેપ: કંડલા કસ્ટમનો હેડ હવાલદાર જિગ્નેશ કેશવજી બળીયા ૯૮૫૦ રૂપિયાની લાંચ લેતા ઝડપાયો!
બે મહિનામાં ૧૯૭ ટ્રકના ક્લિયરન્સ પેટે લાંચ માંગી હતી : સાગર સેના હનુમાન મંદિર પાસે રોડ પર છટકું ગોઠવી દબોચી લેવાયો : જાગૃત નાગરિકની ફરિયાદથી કાર્યવાહી

ગાંધીધામ, ૧૯ જૂન ૨૦૨૫: એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ આજે કંડલા પોર્ટ ખાતે એક સફળ ટ્રેપ ગોઠવી કસ્ટમ વિભાગના એક હેડ હવાલદારને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો છે. આરોપી જિગ્નેશ કેશવજી બળીયા, ઉ.વ. ૩૩, કસ્ટમ વિભાગ કંડલા, ગાંધીધામમાં હેડ હવલદાર વર્ગ-૩ તરીકે ફરજ બજાવતો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ કેસના ફરિયાદીની કંપની કંડલા પોર્ટમાં આવતા-જતા માલસામાનનું કસ્ટમ ક્લિયરન્સ કરાવી ટ્રકો મારફતે પોર્ટની અંદર-બહાર મોકલવાનું કામ સંભાળતી હતી. ફરિયાદી કંપનીના ઓપરેશન ઇન્ચાર્જ તરીકે આ કામગીરી સંભાળતા હતા. કંડલા પોર્ટના ગેટ ઉપર ફરજ બજાવતા કસ્ટમ કર્મચારી જિગ્નેશ કેશવજી બળીયાએ ફરિયાદીની કંપનીના એક ટ્રકને ગેટ પરથી બહાર કાઢવાના ૫૦ રૂપિયા લેખે છેલ્લા બે મહિનામાં કુલ ૧૯૭ ટ્રકોની ટ્રીપ પેટે ૯૮૫૦ રૂપિયાની લાંચની માંગણી કરી હતી.
ફરિયાદી આ લાંચના નાણાં આપવા માંગતા ન હોવાથી તેમણે ગાંધીધામ ACBનો સંપર્ક કર્યો હતો. ACBની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને આજે લાંચના છટકાનું આયોજન કર્યું હતું. આ છટકામાં આરોપી જિગ્નેશ બળીયાએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી ૯૮૫૦ રૂપિયાની લાંચની માંગણી કરી હતી અને તે રકમ સ્વીકારતા જ સ્થળ પર પકડાઈ ગયો હતો. ACB દ્વારા લાંચની રકમ ૯૮૫૦ રૂપિયા રિકવર કરવામાં આવી છે.
આ ગુનાનું સ્થળ સાગર સેના હનુમાન મંદિર, કંડલાની સામે રોડ ઉપર, કંડલા પોર્ટ, કંડલા, ગાંધીધામ-કચ્છ (પૂર્વ) હતું.
આ ટ્રેપ પોલીસ ઇન્સ્પેક્ટર ઇન્ચાર્જ એલ.એસ. ચૌધરી, કચ્છ (પૂર્વ) ACB પોલીસ સ્ટેશન, ગાંધીધામ અને ACB ટીમ દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યવાહીનું સુપરવિઝન ઇન્ચાર્જ મદદનીશ નિયામક એમ.જે. ચૌધરી, ACB, બોર્ડર એકમ ભુજ દ્વારા કરવામાં આવ્યું હતું.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
