News of Thursday, 19th June 2025
ગુજરાત યોગ બોર્ડ દ્વારા છ વર્ષમાં ૧.૫ લાખ પ્રશિક્ષકોને તાલીમઃ ૫૦૦૦થી વધુ દૈનિક સત્રોઃ ૫ લાખથી વધુ નાગરિકોનો નિયમિત યોગાભ્યાસ
બોર્ડના નામે બે ગિનિસ વર્લ્ડ રેકોર્ડઃ એક યોગ સત્રમાં ૧,૪૭,૯૫૨ લોકોએ ભાગ લીધો બીજો ૫૦ હજારથી વધુ લોકોએ કર્યા સૂર્ય નમસ્કાર : શનિવારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ: નરેન્દ્રભાઇ મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી'ના વિઝનને સાકાર કરવામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડનું અમૂલ્ય યોગદાન

ગાંધીનગર, તા. ૧૯: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની દૂરદેશીના પરિણામે આપણી પ્રાચીન પરંપરા સમા યોગને આજે વૈશ્વિક ઓળખ મળી છે. વડાપ્રધાનશ્રીના પ્રસ્તાવ બાદ ૨૦૧૪થી ૨૧ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો અને વિશ્વભરના લોકોએ યોગને તેમના દૈનિક જીવનમાં અપનાવ્યું.
ગુજરાત રાજ્યમાં યોગની પરંપરાને આગળ વધારવામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ (GSYB)નો ફાળો ખૂબ મહત્વપૂર્ણ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને રમતગમત, યુવા અને સાંસ્કળતિક વિભાગના મંત્રી હર્ષ સંઘવીના નેતળત્વમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ૨૧ જૂને ૬ વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યું છે. ૨૧ જૂન, ૨૦૧૯ના રોજ સ્થાપના થઈ ત્યારથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ રાજ્યના નાગરિકોની આરોગ્ય અને સુખાકારી સુનિヘતિ કરી રહયું છે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડે તેની સ્થાપનાના ૬ વર્ષમાં જ અભૂતપૂર્વ સીમાચિホો હાંસલ કર્યા છે. માર્ચ ૨૦૨૫ સુધીમાં GSYBએ ૧.૫ લાખથી વધુ યોગ પ્રશિક્ષકોને તાલીમ આપી છે અને ૧,૫૦૦થી વધુ પ્રોફેશનલ કોચને પ્રમાણિત કર્યા છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સમર્પિત પ્રયાસોના પરિણામે રાજ્યભરમાં ૫,૦૦૦થી વધુ સ્થળોએ દૈનિક યોગાભ્યાસની એક પ્રથા શરૂ થઈ છે અને ૫ લાખથી વધુ નાગરિકોને તેનો લાભ મળી રહ્યો છે. યોગના વારસા દ્વારા નાગરિકોનો વ્યક્તિત્વ વિકાસ સુનિヘતિ કરીને GSYB વડાપ્રધાનશ્રીના ‘વિકાસ ભી, વિરાસત ભી'ના વિઝનને સાકાર કરવામાં ખૂબ નોંધપાત્ર યોગદાન આપી રહ્યું છે.
યોગને જીવનશૈલીનો ભાગ બનાવવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડે શરૂ કરેલા અભિયાનને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા પ્રાપ્ત થઈ છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૦૨૩ નિમિત્તે ગુજરાત યોગ બોર્ડ દ્વારા સુરતમાં આયોજિત યોગ સત્રમાં ૧,૪૭,૯૫૨ લોકોએ ભાગ લીધો હતો. વિશ્વમાં આટલી બહોળી સંખ્યામાં લોકોએ યોગાભ્યાસ કર્યો હોય તેવું આ પહેલીવાર થયું હતું અને આ વિક્રમ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયો હતો.
ત્યારબાદ ૧ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ બીજો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બન્યો, જેમાં ૫૦,૦૦૦થી વધુ લોકોએ પ્રતિષ્ઠિત મોઢેરા સૂર્ય મંદિર સહિત ૧૦૮ સ્થળોએ એક સાથે સૂર્ય નમસ્કાર કર્યા હતા. ગુજરાત યોગ બોર્ડ દ્વારા આયોજિત યોગ શિબિર અને યોગોત્સવ-૨૦૨૩ જેવા કાર્યક્રમોમાં અમદાવાદ, વડોદરા અને અનેક ગ્રામીણ વિસ્તારોમાંથી લાખો લોકોએ ભાગ લીધો છે. આ ઉપરાંત, વિશેષ સમર કેમ્પના માધ્યમથી બાળકોને યોગનો પરિચય થયો છે અને બાળપણથી જ સ્વસ્થ દિનચર્યા કેળવવાનું પ્રોત્સાહન મળ્યું છે.
‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત' અભિયાનમાં GSYBની મહત્વપૂર્ણ ભૂમિકા ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતળત્વમાં શરૂ થયેલ ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત' અભિયાનમાં ગુજરાત યોગ બોર્ડની ભૂમિકા મહત્વની છે. ગુજરાત યોગ બોર્ડ ૫,૦૦૦ ટ્રેનર્સને માસિક સ્ટાઇપેન્ડ આપીને નિયમિત રોજગારી પણ સુનિશ્ચિત કરી રહ્યું છે. યોગ વ્યાવસાયિકોને પ્રમાણિત કરવા માટે GSYBને યોગ પ્રમાણપત્ર બોર્ડ દ્વારા સત્તાવાર રીતે મંજૂરી આપવામાં આવી છે, જે તાલીમની ગુણવત્તા સુનિશ્ચિત કરે છે.
(2:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
