હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પૂ.ધીરગુરુદેવની અમદાવાદમાં પધરામણી શનિવારે દાતા અભિવાદન સમારોહ

રાજકોટઃ તા.૧૯: શ્રી કાઠિયાવાડ સ્થાનકવાસી જૈન સમાજ અને શ્રી ધર્મનાથ જૈન સંઘના આંગણે તા.૧૮ ને બુધવારે પૂ.શ્રી ધીરગુરુદેવ તથા સાધ્વીજી પૂ. ગુણીજી મ.સ.ઠાણા-૩ પધારતા બોટાદના પૂ. સુશીલાજી મ.સ. તથા સકલ સંઘે અનેરા ઉલ્લાસથી સ્વાગત કરેલફ
સંઘસેવક કાંતિભાઇ કપાસી, મેહુલભાઇ ધોળકિયા, વિનુભાઇ કપાસી અને પૂ. જયોતિજી મ.સ. એ કહેલ કે ગુરુદેવના પાવન પગલા અને મેઘરાજાના પગલાથી અત્ર-તત્ર-સર્વત્ર શીતલતા વર્તાઇ રહેશે.
તા.૧૯ ના રમેશભાઇ સંઘવી (પેરેમાઉન્ટ ગ્રૂપ) હર્ષાબેન રજનીભાઇ ભાયાણી શ્વેતાબેન સમીરભાઇ શાહ પ્રેરિત જાપ, પ્રવચન, ગોૈતમ પ્રસાદનો લાભ તેમજ તા. ૨૦ ના વિનુભાઇ કપાસી પ્રેરિત ગોૈતમપ્રસાદ યોજાશે.
જયારે તા.૨૧ના મહારાજા અગ્રસેન હોલમાં સાગર મહેન્દ્ર દોશી (કલકતા) પ્રેરિત નવકારથી બાદ દાતા અભિવાદન સમારોહ સવારે ૮ કલાકે યોજાશે. પૂ. પ્રકાશમુનિજી, પૂ. જૈનમ મુનિજી આદિ તથા મહાસતીજીઓ પધારશે.ઉર્વિશભાઇ વોરાની અધ્યક્ષતામાં અનેક મહાનુભાવો પધારશે.
તા. ૨૨ ના ચાતુર્માસ પ્રવેશોત્સવ સમારોહ સવારે ૭ કલાકે વસંતબેન પ્રવીણચંદ્ર પારેખ પ્રેરિત નવકારથી બાદ અગ્રસેન હોલ- શેલામાં ૮-૩૦ કલાકે લાભુબેન હિંમતલાલ કપાસી-જૈન ધર્મસંકુલ અને વીણાબેન ભૂપતલાલ ખેતાણી-ધર્મનાથ ઉપાશ્રય, ભવનની ઉદ્ઘાટન વિધી યોજાશે.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંઘ, યુવામંડળ, મહિલા મંડળ અથાગ જહેમત ઉઠાવી રહેલ છે. (૩.૧૨)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
