<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th June 2025

ગુજરાતમાં ૧૦૦ કલાકમાં ૨૦૦ ગેરકાયદે બાંગ્‍લાદેશી ઝડપાયા

અમદાવાદઃ ગુજરાત પોલીસે ગેરકાયદે રહેતા બાંગ્‍લાદેશી નાગરિકો સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા ૧૦૦ કલાકમાં ૨૦૦થી વધુ ગેરકાયદે બાંગ્‍લાદેશીઓને ઝડપી પાડવામાં આવ્‍યા છે. ડિજિટલ મીડિયા અનુસાર, આ ઓપરેશનમાં રાજ્‍યના વિવિધ શહેરો અને ઔદ્યોગિક વિસ્‍તારોમાં દરોડા પાડવામાં આવ્‍યા હતા, જ્‍યાં શંકાસ્‍પદ દસ્‍તાવેજો અને ઓળખપત્રોના આધારે આ લોકો ઝડપાયા. પોલીસે જણાવ્‍યું કે આ ગેરકાયદે રહેવાસીઓ મોટાભાગે બાંધકામ, ટેક્‍સટાઈલ અને અન્‍ય ઔદ્યોગિક ક્ષેત્રોમાં કામ કરતા હતા. આ ઓપરેશન રાષ્‍ટ્રીય સુરક્ષાને ધ્‍યાનમાં રાખીને હાથ ધરવામાં આવ્‍યું છે, અને ઝડપાયેલા લોકો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાત પોલીસની આ સફળતા રાજ્‍યની સુરક્ષા વ્‍યવસ્‍થાને મજબૂત કરવાના પ્રયાસોનું પ્રતીક છે.(

(4:19 PM IST)