હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચૂંટણીમાં કડી, થોળ અને વિસાવદરમાં આચારસંહિતાનું ઉલ્લંઘન : ગુજરાત કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચમાં ફરિયાદ
થોળ સહિતના ગામોમાં ભાજપના ઉમેદવારને મત આપવા ભોજન સમારંભો ગોઠવાયા :વિસાવદરમાં ભાજપના ઉમેદવાર દ્વારા કમળના ચિન્હ સાથે મતદાન મથકમાં જવાની ઘટના

અમદાવાદ :ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પેટા ચૂંટણી દરમિયાન આચાર સંહિતાના ઉલ્લંઘનના મામલે ભાજપ સામે કેન્દ્રીય ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે ભાજપના ઉમેદવારો અને આગેવાનો દ્વારા કડી વિધાનસભા વિસ્તારમાં મતદાતાઓને લોભાવવા માટે ભોજન સમારંભોનું આયોજન કરવામાં આવ્યું હતું.
ખાસ કરીને થોળ સહિતના ગામોમાં ભાજપના ઉમેદવારને મત આપવા આવતા મતદાતાઓ માટે ભોજન સમારંભો ગોઠવાયા હોવાનો આક્ષેપ છે. આ ઉપરાંત વિસાવદરમાં ભાજપના ઉમેદવાર દ્વારા કમળના ચિન્હ સાથે મતદાન મથકમાં જવાની ઘટના સામે પણ કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો છે અને આ અંગે ફરિયાદ કરવાની જાહેરાત કરી છે.
કોંગ્રેસે વધુમાં આક્ષેપ કર્યો છે કે ભાજપના આગેવાનોને વિધાનસભા વિસ્તારમાં રહેવાની છૂટ આપવામાં આવી, જ્યારે કોંગ્રેસના આગેવાનોને વિસ્તારમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા. આ બાબતે પણ કોંગ્રેસે નારાજગી વ્યક્ત કરી છે અને ચૂંટણી પંચને નિષ્પક્ષ તપાસની માંગ કરી છે.
મનીષ દોશીએ જણાવ્યું કે, “ભાજપ દ્વારા આચાર સંહિતાનો ભંગ કરીને ચૂંટણી પ્રક્રિયાને બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અમે આ મામલે કેન્દ્રીય ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે અને આશા રાખીએ છીએ કે યોગ્ય કાર્યવાહી થશે.” આ ફરિયાદને લઈને રાજકીય વાતાવરણ ગરમાયું છે, અને ચૂંટણી પંચના આગામી નિર્ણય પર સૌની નજર રહેશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
