<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th June 2025

વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ :વાપીમાં સૌથી વધુ ધોધમાર વરસાદથી જળબંબાકાર :ધરમપુર,ઉમરગામ અને કપરાડામાં મેઘમહેર

નેશનલ હાઇવે પણ ઘુંટણ સમા પાણી ભરાતા વાહન ચાલકો ભારે હાલાકી: કુંડી સરોન ગામ વચ્ચે નેશનલ હાઇવે 48 પર વરસાદી પાણી ભરાયા

વલસાડ જિલ્લાના તમામ તાલુકામાં ધોધમાર વરસાદ  ખાબક્યો છે. સૌથી વધુ વાપીમાં ગાજવીજ સાથે વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. વલસાડ જિલ્લા અને તાલુકામાં ધોધણાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં વાપી, ધરમપુરમાં, ઉમરગામ, કપરાડા સહિતના તાલુકા અને ગ્રામ્ય પંથકમાં મેઘરાજાએ ભૂક્કા બોલાવ્યા છે. હજુ પણ વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.  

  વલસાડ નજીક નેશનલ હાઇવે પણ ઘુંટણ સમા પાણી ભરાતા વાહન ચાલકો ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. વલસાડના કુંડી સરોન ગામ વચ્ચે નેશનલ હાઇવે 48 પર વરસાદી પાણી ભરાયા છે. સુરત-મુંબઈ તરફના હાઇવે પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. નેશનલ હાઇવે 48 પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે.  કુંડી સરોણ ગામ વચ્ચે હાઈવે પર બની રહેલા બ્રિજ ને લીધે રસ્તા પર પાણી ભરાયા છે.  લાખો રૂપિયાનો ટેક્ક્સ વસુલતી NHAIની બેદરકારી સામે પણ સામે આવી છે. ચોમાસા પહેલા પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા ન કરાતા હાઇવે પર પાણી ભરાયા હોવાનું લોકોચર્ચા થઇ રહી છે. 

(7:46 PM IST)