હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બોટાદમાં નકલી CBI અધિકારી ગેંગનો પર્દાફાશ: બે ઠગબાજો ઝડપાયા :મહિલાને ડિજિટલ એરેસ્ટ કરી 2 લાખ પડાવ્યા હતા
વૃધ્ધ મહિલાને ગંભીર ગુનામાં સંડોવણીની ધમકી આપીને બનાવટી વોરંટ મોકલીને વૃધ્ધ મહિલાને 4 દિવસ ડિજિટલ એરેસ્ટ રાખી હતી

બોટાદ સાયબર ક્રાઈમ પોલીસે નકલી CBI અધિકારી ગેંગનો પર્દાફાશ કર્યો છે. બોટાદ શહેરના એક મહિલાને ડિજિટલ એરેસ્ટ કરીને રૂપિયા 2 લાખ પડાવ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. વૃદ્ધાને બનાવટી વોરંટ મોકલી ઠગબાજોએ ગંભીર ગુનામાં સંડોવણીની ધમકી આપીને લાખો રૂપિયા ખંખેર્યા છે. આખરે આ ગુનામાં બોટાદ સાયબર ક્રાઈમ પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે.
મળતી માહિતી મુજબ, બોટાદમાં નકલી CBI અધિકારીઓ બનીને લોકો પાસેથી પૈસા પડાવ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં નકલી CBI ગેંગે બોટાદના એક સિનિયર સિટીઝન મહિલાને ડિજિટલ એરેસ્ટ કરીને 2 લાખ રૂપિયા પડાવ્યા હતા. વૃધ્ધ મહિલાને ગંભીર ગુનામાં સંડોવણીની ધમકી આપીને બનાવટી વોરંટ મોકલીને વૃધ્ધ મહિલાને 4 દિવસ ડિજિટલ એરેસ્ટ રાખી હતી. સાઈબર ક્રાઈમનો ભોગ બનનાર મહિલાએ બોટાદ સાઈબર ક્રાઈમ પોલીસમાં ફરીયાદ કરતા તપાસનો ધમધણાટ શરૂ કર્યો હતો.
બોટાદ સાયબર ક્રાઈમ પોલીસે નકલી CBI અધિકારી ગેંગના 2 સાગરીતોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તારાપુરના દિનેશ રામજી પરમાર અને અમદાવાદના જાખડાના હિતેન્દ્ર ઉર્ફે હિતેશ સામત રાઠોડની ધરપકડ કરી છે. પકડાયેલા બંને શખ્સો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તેમની વિરુદ્ધ અલગ અલગ ગુના નોંધાયેલા છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
