હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કડી અને વિસાવદર બેઠક પર મતદાન પૂર્ણ :કડી બેઠક માટે 64 ટકા મતદાન ;વિસાવદર બેઠક માટે 55 ટકા મતદાન
આગામી 23 જૂનના મતગતરી સાથે જ બંને બેઠકોનું પરિણામ જાહેર થશે.

ગુજરાતની ખાલી પડેલી વિસાવદર અને કડી વિધાનસભા બેઠકનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. તમામ ઉમેદવારોનું ભાવી EVMમાં કેદ થઈ ગયા છે. કડી બેઠક માટે 64 ટકા મતદાન થયું છે જ્યારે વિસાવદર બેઠક માટે 55 ટકા જેટલું મતદાન નોંધાયું છે. ત્યારે આગામી 23 જૂનના મતગતરી સાથે જ બંને બેઠકોનું પરિણામ જાહેર થશે.
કડીની વિધાનસભા બેઠક પર કુલ 294 મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જ્યાં સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલી હતી. શાંતિપૂર્ણ મતદાન માટે 1900 જેટલા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. જેમાં 106 સંવેદનશીલ બુથ પર વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આ બેઠક પર અંદાજે 2 લાખ 89 હજાર જેટલા મતદારો નોઁધાયેલા છે. ત્યારે આ બેઠક પર 64 ટકા મતદાન નોંધાયું છે
વિસાવદર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીમાં 297 મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 17 શહેરી અને 277 ગ્રામ્ય વિસ્તારોમાં મતદાન મથકોમાં મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. 1884 કર્મચારીઓ મતદાન પ્રક્રિયા માટે તૈનાથ કરવામાં આવ્યા હતા, સવારથી જ મતદાન કરવા માટે લાંબી લાઇનો લાગી હતી, શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
