<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th June 2025

અમદાવાદમાં મનપાના પૂર્વ ઝોનના એસ્ટેટ TDO જિજ્ઞેશ શાહની ધરપકડ :અપ્રમાણસર મિલકત અંગે ફરિયાદ નોંધાતા ખળભળાટ

ACBની તપાસમાં જિજ્ઞેશ શાહની 3.7 કરોડની વધુ આવક મળતા ફરિયાદ: ACBએ વર્ષ 2012થી 2022 સુધીની આવકની તપાસ કરી હતી. જેમાં સરકારી આવક કરતાં 102.49 ટકા વધુ સંપત્તિ મળી

અમદાવાદમાં મહાનગર પાલિકાના પૂર્વ ઝોનના એસ્ટેટ TDO જિજ્ઞેશ શાહ સામે અપ્રમાણસર મિલકત અંગે ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ACBએ જિજ્ઞેશ શાહની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.  

  અમદાવાદ મહાનગર પાલિકાના પૂર્વ ઝોનના એસ્ટેટ ટીડીઓ જિજ્ઞેશ શાહ સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધવામાં આવ્યો છે. તેની સામે ACBએ વર્ષ 2012થી 2022 સુધીની આવકની તપાસ કરી હતી. જેમાં સરકારી આવક કરતાં 102.49 ટકા વધુ સંપત્તિ મળી આવી હતી.

    ACBની તપાસમાં જિજ્ઞેશ શાહની 3.7 કરોડની વધુ આવક મળતા તેની સામે ફરિયાદ નોંધવામા આવી છે. ACBએ તપાસ બાદ જિજ્ઞેશ શાહની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે

 

(8:20 PM IST)