હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 19th June 2025
વરસાદથી ભરૂચના રસ્તાઓનું ધોવાણ :ગેલ કોલોનીથી શ્રવણ ચોકડી સુધીનો માર્ગ તો અત્યંત બિસ્માર હાલતમાં
સ્થાનિક લોકોએ તંત્રને અનેક રજૂઆત કરી હોવા છતાં આ રસ્તાનું સમારકામ કરવામાં આવ્યું નથી

ભરૂચમાં ચોમાસાની શરૂઆતમાં શહેરના મુખ્ય રસ્તાઓ બિસ્માર બન્યા છે. શહેરના ગેલ કોલોનીથી શ્રવણ ચોકડી સુધીનો માર્ગ તો અત્યંત બિસ્માર હાલતમાં છે. રસ્તામાં ઠેર-ઠેર ખાડાઓને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો રાહદારીઓને પણ રસ્તા પરથી પસાર થવામાં નાકે દમ આવી જાય છે. આ રસ્તાની સાઈડોમાં હાલમાં જ પાઈપલાઇનનું કામ પૂર્ણ થયા બાદ રોડનું યોગ્ય રીતે સર્ફેસિંગ કરવામાં ના આવતા રસ્તાની હાલત ખખડધજ બની ગઈ છે. જેના કારણે આ રસ્તા પર અકસ્માતની પણ ભીતિ છે. સ્થાનિક લોકોએ તંત્રને અનેક રજૂઆત કરી હોવા છતાં આ રસ્તાનું સમારકામ કરવામાં આવ્યું નથી
(8:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
