<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th June 2025

આગામી 6 દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી: અમુક જિલ્લામાં રેડ એલર્ટ તો અનેક જિલ્લામાં યલો એલર્ટ

30થી 40 કિમી સુધી પવન ફૂંકાય તેવી પણ શક્યતા: 3 દિવસ સુધી માછીમારો દરિયો ન ખેડવાની સૂચના

અમદાવાદ :રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. બોટાદ, ભાવનગર અને સુરેન્દ્રનગર સહિત દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લામાં વરસાદ ખાબક્યો છે અને હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 6 દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે

   રાજ્યમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 6 દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 25 જૂન સુધી ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. જેના પગલે કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સાથો સાથ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  
નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી, દાહોદ, મહીસાગર, ભરૂચ, સુરત, અને તાપી, અમદાવાદ ગાંધીનગર, અરવલ્લી, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 30થી 40 કિમી સુધી પવન ફૂંકાય તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામા આવી છે. જેના પગલે 3 દિવસ સુધી માછીમારો દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

 

(9:02 PM IST)