<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th June 2025

ભારે વરસાદને કારણે રાજ્યના 134 માર્ગો બંધ થયા

28 અન્ય માર્ગો પણ વાહનવ્યવહાર માટે બંધ :પંચાયત હસ્તકના કુલ 95 માર્ગો પણ વાહનવ્યવહાર માટે બંધ કરાયા

અમદાવાદ : ગુજરાતમાં ચોમાસાના પ્રારંભે વરસેલા ભારે વરસાદને કારણે રાજ્યના 134 માર્ગો બંધ થયા છે. જેમાં 10 સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળતાં કે અન્ય કોઈ કારણોસર વાહનવ્યવહાર માટે બંધ કરાયા છે. જ્યારે 28 અન્ય માર્ગો પણ વાહનવ્યવહાર માટે બંધ કરાયા છે. પંચાયત હસ્તકના કુલ 95 માર્ગો પણ વાહનવ્યવહાર માટે બંધ કરાયા છે. ભાવનગરમાંથી પસાર થતો 1 નેશનલ હાઈવે પણ ભારે વરસાદને કારણે બંધ કરાયો છે, જે દર્શાવે છે કે વરસાદની અસર કેટલી વ્યાપક છે  

(10:05 PM IST)