<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th June 2025

અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ તંત્ર જાગ્યું : એરપોર્ટ આસપાસ ઊંચા વૃક્ષો અને બિલ્ડિંગનો સર્વે કરાશે :કેન્દ્રે 60 દિવસનો સમય આપ્યો

સિવિલ એવિએશનના પ્રોટોકોલ મુજબ જે નડતરરૂપ હશે તે તમામ હટાવાશે: દુર્ઘટના બાદ કેન્દ્ર સરકાર દ્વારા નવા નિયમો નોટિફાઇ કરવામાં આવ્યા

અમદાવાદ પ્લેન ક્રેશને લઇ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું છે. અમદાવાદ એરપોર્ટ આસપાસ સર્વે હાથ ધરાશે.ઊંચા વૃક્ષો અને બિલ્ડિંગનો સર્વે હાથ ધરાશે. સિવિલ એવિએશનના પ્રોટોકોલ મુજબ જે નડતરરૂપ હશે તે તમામ હટાવાશે. દુર્ઘટના બાદ કેન્દ્ર સરકાર દ્વારા નવા નિયમો નોટિફાઇ કરવામાં આવ્યા છે જે મુજબ દરેક એરપોર્ટની આસપાસ એક સર્વે કરવામાં આવશે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા 60 દિવસનો સમય આપવામાં આવ્યો છે. 

અમદાવાદ એરપોર્ટ આસપાસ સર્વે હાથ ધરવામાં આવી છે. સામાન્ય રીતે નડતરરૂપ વસ્તુઓ રનવેથી કેટલી દૂર કે નજીક છે તેના આધારે કેલ્ક્યુલેશન કરીને નક્કી કરવામાં આવશે. અમદાવાદ જિલ્લા કલેકટરએ આ મુદ્દે જણાવ્યું હતું કે અમદાવાદમાં સિવિલ એવિએશનના પ્રોટોકોલ મુજબ મહાનગરપાલિકા, ટ્રાફિક પોલીસ, એસ્ટેટ વિભાગ અને ગાર્ડન વિભાગ દ્વારા આગામી સમયમાં સર્વે બાદ નડતર રૂપ વસ્તુઓ દૂર કરવામાં આવશે. જ્યારે પ્રાથમિક સર્વે સિવિલ એવીએશન અને મહાનગરપાલિકાની ટીમ દ્વારા કરવામાં આવશે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ રાકેશ જોષીએ જણાવ્યું હતું કે,  અમદાવાદ વિમાન દુર્ઘટના મામલે અત્યાર સુધીમાં 215 DNA મેચ થયા છે.  સિવિલ હોસ્પિટલમાં DNA મેચિંગ અને મૃતદેહ સોંપવા અંગે રાકેશ જોષીનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, આજે 19 જૂનના રોજ 215 DNA મેચ થયા છે, જે પૈકી 198 પાર્થિવદેહ પરિવારને સોંપવામાં આવ્યા છે. 5 પરિવારજનો ટૂંક સમયમાં સ્વજનના મૃતદેહ લઈ જશે, 3 નશ્વરદેહ પ્રોસેસમાં છે. 17 લોકો બીજા મૃતદેહ મળે તેની રાહ જોઈ રહ્યા છે. પેસેન્જરોમાં ઇન્ડિયન 149, 7 પોર્ટુગીઝ, 32 UK , કેનેડિયન 1 વ્યક્તિ અને 9 નોન પેસેન્જરોનો સમાવેશ થાય છે. જેમ જેમ DNA સેમ્પલ આવશે તેમ તેમ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે. 6 લોકો સારવાર હેઠળ છે 1ને રજા આપવાની તૈયારી છે.  15 લોકોને એર એમ્બ્યુલન્સ મારફતે અન્ય જગ્યાએ સારવાર માટે ખસેડાયા છે. એક જેને રજા આપવાની છે તે ડોક્ટર વિદ્યાર્થી છે. હાલ સુધી FSL દ્વારા 215 મૃતદેહોનો DNA મેચ થયા છે. 6 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે જેમની સ્થિતિ સામાન્ય છે, એક વ્યક્તિને ડિસ્ચાર્જ આપવામાં આવશે.

(10:10 PM IST)