હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સિસોદરા લીઝ ખનન નો વિવાદ પુનઃ વકર્યો:ટ્રસ્ટના નામની લીઝ ને સ્વામી નરભેરામજી દુરુપયોગ કરી આર્થિક લાભ ખાટયો હોવાનો અન્ય ટ્રસ્ટીઓનો આક્ષેપ
શ્રી પરમહંસ સુખાનંદજી સેવા ટ્રસ્ટ સિસોદ્રાનાં જુના ટ્રસ્ટીઓ પૂનઃ કાર્યરત થયા : સ્વામી નરભેરામજીએ કરેલ વિશ્વાસઘાત સામે ટ્રસ્ટીઓએ પોલીસ ફરિયાદ કરવા કોર્ટના દ્વાર ખખડાવ્યા

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નાંદોદ તાલુકાના સિસોદરા ગામે નર્મદા નદીના પટ્ટની લીઝનો નવો વિવાદ પુનઃ ચગ્યો છે. જેમાં શ્રી પરમહંસ સુખાનંદજી સેવા ટ્રસ્ટ સિસોદ્રાનાં એક ટ્રસ્ટી એવા સ્વામી નરભેરામજી ઉર્ફે નિશ્ચલદાસ મહારાજ દ્વારા ટ્રસ્ટ્રના સ્ટ્ર્સ્ટીઓમાં ફેરફાર કરવા અને ટ્રસ્ટના નામની રેતીની લીઝ અન્ય વેપારીઓને આપી આર્થિક લાભ લઇ ટ્રસ્ટને નુકસાન પહોંચાડવા અને ટ્રસ્ટીઓ સાથે વિશ્વાસઘાત કર્યો હોવાના આક્ષેપ સાથે સ્વામી વિરુદ્ધ કાર્યવાહી કરવા ટ્રસ્ટીઓએ કલેક્ટર નર્મદા, ચેરિટિ કમિશ્નર , ખાણ ખનીજ વિભાગ અને જિલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર નાંદોદ તાલુકાના સિસોદરા ગામે શ્રી પરમહંસ સુખાનંદજી સેવા ટ્રસ્ટ સ્થાનિક ગ્રામજનોએ બનાવી જેનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.સંત નરભેરામજી મહારાજ ઉર્ફે નિશ્ચલદાસ મહારાજ સહીત જયંતીભાઈ પટેલ, રમેશચંદ્ર પટેલ, કીરીટભાઈ પટેલ, ચંદુભાઈ પટેલ સહીત કુલ 15 જેટલા ટ્રસ્ટીઓ હતા. બાકીના કેટલાક ટ્રસ્ટીઓએ લેખીતમાં આક્ષેપ કર્યો છે કે નરભેરામજી મહારાજ ટ્રસ્ટનાં બંધારણ માં જણાવ્યા મુજબના કોઈ પણ નિયમનું પાલન કર્યા વગર, નિયમોનુશાર કોઈ પણ ઠરાવ કર્યા વગર કે કોઈ પણ ટ્રસ્ટીઓ ની સંમતિ લીધા વગર બંધારણ વિરુદ્ધનું કૃત્ય કરી રહ્યા છે અને માલિકીની મિલકત હોય એવી રીતે મનવાંછિત નિર્ણયો કરીને ટ્રસ્ટ ની મિલકત અલગ અલગ વ્યક્તિઓ ને વેચાણ આપી રહ્યા છે તથા ભાગીદારી કરાર કરી રહેલ છે. આમ ટ્રસ્ટના બંધારણમાં જણાવ્યા મુજબ સંતશ્રી નરભેરામજી મહારાજ ટ્રસ્ટનું વારંવાર ઉલંઘન કરતા આવ્યા છે. ટ્રસ્ટ વિરોધી પ્રવૃતિ કરતા આવ્યા છે તથા રાજપીપળાના ચીફ.જ્યું. મેજી. જજ સાહેબની કોર્ટમાં ક્રિમીનલ પ્રોસીઝર કોર્ટની કલમ 204 મુજબ ફોજદારી ગુન્હો દાખલ કરવા હુકમ થયો છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
