હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સાગબારા ૧૦૮ ટીમે મહિલાની જોખમી ડીલીવરી એમ્બ્યુલન્સમાં સફળ રીતે કરાવી

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ધોધનવાડી ગામમાં રહેતી ૧૭ વર્ષની પરણિતા કે જેને પ્રસુતીની પીડા ઉપડી હતી. જેથી તાત્કાલીક ૧૦૮ની ટીમને સંપર્ક કર્યો હતો. આથી સાગબારા લોકેશનના ૧૦૮ના ઈ.એમ.ટી. વિદ્યાબેન વસાવા પાયલોટ નાઝીમ મલેકને કોલ મળતા તરત જ ઘોઘનવાડી ગામે પહોચ્યા હતા. પેસન્ટને તપાસ કરતા જોવા મળેલ કે માતા હાઈરીસ્ક (અતિ જોખમી) હોવાથી સરકારી હોસ્પીટલ રાજપીપળા જવા નીકળ્યા હતા. જ્યા ડેડીયાપાડાની આગળ જતા મોવી નજીક પહોચ્યા સગર્ભાની પરિસ્થિતિ ગંભીર જણાતા ડીલીવરી કરાવી પડે એમ હતી જેથી એમ્બ્યુલન્સને રોડની સાઈડમાં ઊભી રાખી મહીલાની ડિલીવરી દરમિયાન બાળકનો હાથ પહેલા આવવા લાગ્યો અને બાળકના ગળામા નાળ પણ વીંટળાયેલી હતી તેથી માતા અને બાળક બંન્ને ગંભીર પરિસ્થિતિમાં આવી ગયા. ઈ.એમ.ટી. એ એમ્બ્યુલ્નસની અંદર ઉપલબ્ધ ટેક્નિકલ સાધનોની મદદથી અને સુઝબુઝથી બાળકની ડીલીવરી સફળ કરાવી હતી અને બાળકનો જીવ બચાવ્યો હતો તેથી પરીવારજનોએ ૧૦૮ ટીમનો આભાર માન્યો હતો. ત્યારબાદ સરકારી હોસ્પીટલ રાજપીપળા ખાતે માતા અને પુત્રને પહોચાડવામાં આવ્યા હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
