હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજપીપળા કમલમ્ ખાતે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને બીજેપી દ્વારા શ્રધ્ધાંજલિ આપવામાં આવી

( ભરત શાહ દ્વારા ) નર્મદા: અમદાવાદમાં બનેલ વિમાન દુર્ઘટનામાં 242 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.જેમાં ભાજપ ના પૂર્વ પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ હતા તેમનો પણ આ અકસ્માતમાં જીવ ગયો છે.
સમગ્ર ગુજરાતના દરેક જિલ્લાઓમાં સ્વ.વિજયભાઈ રૂપાણી ને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવી રહ્યા છે.નર્મદા જિલ્લા કમલમ ખાતે એક પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં જિલ્લાના નેતાઓ દ્વારા વિજયભાઈ સાથે ના સંસ્મરણો વાગોળવામાં આવ્યા, ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવા એ આદિવાસી સમાજના લોકોને વિજયભાઈ રૂપાણી કે જે પ્રકૃતિપ્રેમી હતા અને પર્યાવરણની જાળવણી માટે પણ કાર્યો કર્યા હતા ત્યારે તેમના નામે એક વૃક્ષ વાવવા માટે અપીલ પણ કરી છે. જેમાં સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ, નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નીલ રાવ , શહેર પ્રમુખ અજીતભાઈ પરીખ રમણ સિંહ રાઠોડ અને બીજેપીના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
