<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th June 2025

વિશ્વ સિકલસેલ દિવસ નિમિત્તે શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાજપીપળા ખાતે જાગૃતિ કાર્યક્રમ રખાયો

( ભરત શાહ દ્વારા ) નર્મદા: ૧૯ જૂન એ સમગ્ર વિશ્વ માં સિકલસેલ તરીકે ઉજવણી થતી હોય જેમાં જાગૃતિ માટેના કાર્યક્રમો રાખવામાં આવે છે ત્યારે રાજપીપળામાં પણ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો

    આમ તો નર્મદા જિલ્લામાં સિકલસેલના દર્દીઓનું પ્રમાણ વધુ જોવા મળે છે જેમાં ખાસ કરીને લોકોમાં આ માટે જાણકારી અને જાગૃતિનો અભાવ કહી શકાય, જોકે આરોગ્ય વિભાગ આ માટે વર્ષોથી અનેક જાગૃતિ કાર્યક્રમો કરે છે છતાં જિલ્લાના અંતરિયાળ ગામોના કેટલાક અભણ લોકો આ માટે ખાસ જાગૃત થતા નથી માટે સિકલસેલના દર્દીઓની સંખ્યા ઘટતી નથી.
    વિશ્વ સિકલસેલ દિન નિમિત્તે નર્મદા જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જાનકુમાર માઢકના માર્ગદર્શન હેઠળ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, રાજપીપળા ખાતે વિશ્વ સિકલ સેલ દિવસ નિમિત્તે એક જાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જનકકુમાર માઢક, એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ, તાલુકા હેલ્થ અધિકારી ડો.એ.કે.સુમન, અર્બન મેડિકલ ઓફિસર ડો.પરીંદ વસાવા સહિત આરોગ્ય કામચારીઓ અને મોટી સંખ્યામાં લોકો એ ભાગ લઈ સિકલસેલ બાબતની જાણકારી મેળવી હતી.

(12:10 AM IST)