હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કોઠી ગામે દીકરીએ તેની મરજીથી કરેલા પ્રેમ લગ્ન બાબતે બે પક્ષો વચ્ચે ધીંગાણું : 8 વિરુદ્ધ ગુનો દાખલ
જમાઈએ સસરાને લાકડી મારી ઇજા કરી જ્યારે સસરાએ પણ લાકડી મારી જમાઈને ઇજા કરતા સામ સામી ફરિયાદ

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના કોઠી ગામમાં દીકરીએ પ્રેમ લગ્ન કરતા બંને પક્ષો વચ્ચે મારમારી થતા સામ સામી ફરિયાદ દાખલ થઈ છે
પ્રાપ્ત માહિતી અનુસાર પ્રથમ ફરિયાદ દીલીપભાઈ કાળાભાઇ તડવી (રહે. પટેલ ફળીયુ કોઠી (કેવડીયા) ગામ.તા.ગરુડેશ્વર) નાઓએ આપી હોય જેમાં જણાવ્યા મુજબ તેમની દીકરી શિવાનીબેનએ હરેશભાઇ ઉર્ફે જિગ્નેશ નરહરીભાઇ તડવી સાથે પ્રેમલગ્ન કરી લિધેલ હોય જેથી દિલીપભાઈ એ તેમની દીકરીને જણાવેલ કે તે કેમ તારી મરજીથી લગ્ન કરી લિધા છે તેવુ કહેતા હરેશભાઇ એકદમ ઉશકેરાઇ જઇ ગાળો બોલી તેના હાથમાની લાકડી માથામાં પાછળના ભાગે ડાબી બાજુ મારી દઇ ઇજા કરી ફરી. નીચે પડી જતા વિમલભાઇ નરહરિભાઇ તડવીએ દિલીપભાઈ ને લાકડી મારી જમણા હાથે ફ્રેકચર કરી તથા મંજુલાબેન નરહરિભાઇ તડવી એ ગડદાપાટુનો માર મારી તથા તેજલબેન વિમલભાઇ તડવીએ ગાળો બોલી ત્યારબાદ અશ્વિન ભાઇ નમાભાઇ તડવી તથા કપીલાબેન અશ્વિનભાઇ તડવી નાઓ દિલીપભાઈને વધુ માર માથી છોડાવવા વચ્ચે પડતા તેમને પણ માર મારી જતા જતા કહેતા હતા કે આજે તો તુ બચી ગયો છે અને હવે પછી મળીશ તો જાન થી મારી નાખીશુ તેવી ધમકી આપી એક બીજાની મદદગારી કરી હતી.
જ્યારે બીજી ફરિયાદ હરેશભાઇ ઉર્ફે જિજ્ઞેશભાઈ નરહરિભાઈ તડવી (રહે. પટેલ ફળીયુકોઠી (કેવડીયા) ગામ.તા.ગરુડેશ્વર )ના જણાવ્યા મુજબ દીલીપભાઈ કાળાભાઇ તડવીની દીકરી એ હરેશભાઈ સાથે પ્રેમલગ્ન કરી લિધેલ હોય જેથી તેમની દીકરીને જણાવેલ કે તેં કેમ તારી મરજી થી લગ્ન કરી લિધા છે તેવુ જણાવી અને દિલીપભાઈ તથા તેમના ઘર ના સભ્યો ને ગમે ગાળો બોલી લાકડી માથામાં ભાગે મારી ઇજા કરી તથા વિમલ ભાઇ ને લાકડી મારી ઇજા કરી ઝવેરભાઈ કાળાભાઇ તડવી તથા ભાનુભાઇ ઝવેરભાઇ તડવી અને કપિલાબેન અશ્વીનભાઇ તડવી (તમામ રહે.પટેલ ફળીયુ કોઠી (કેવડીયા)ગામ. તા.ગરુડેશ્વર) એ એ ગાળો બોલી શીવાનીબેનએ વાળ પકડી ગેબી માર મારી એકબીજા મદદગારી કરતા એકતાનગર બંનેની ફરિયાદ લઈ કુલ આઠ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
