<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th June 2025

રાજપીપળામાં ભારત ગેસના ગ્રાહકો કેવાયસી કરાવે તો જ બોટલ બુકિંગ કરી શકાશે ની વાતે ભારે રોષ

ભારત ગેસ કંપનીએ આ સિસ્ટમ ખાલી ગુજરાતમાં જ લાગુ કરી હોય ડીલર અને લાખો ગ્રાહકો અટવાયા: એચપી ગેસ કંપનીમાં આવી કોઈ સિસ્ટમ લાગુ નથી થઈ તો માત્ર ભારત ગેસના ગ્રાહકો માટે જ કેમ આ તાયફા

( ભરત શાહ દ્વારા )નર્મદા : ગુજરાત રાજ્યમાં લગભગ બધા શહેરોમાં ગેસ લાઇન આવી ગઈ છે , રાજપીપળા શહેરમાં પણ કેટલીક જગ્યાઓ પર ગેસ લાઇન નંખાઈ છે અને અમુક વિસ્તાર બાકી છે ત્યારે આ વિસ્તારના લોકો ગેસના બોટલો પર નિર્ભર કરતા હોય હાલ માં ભારત ગેસના બોટલ ધરાવતા ગ્રાહકો માટે કંપની એ ફરજિયાત કેવાયસી ચાલુ કર્યું છે. માટે જો ગ્રાહકો ઑનલાઇન બોટલ બુકિંગ કરાવે તો બુકિંગ થતું નથી અને સામેથી જવાબ મળે છે કે તમારું કેવાયસી પેન્ડિંગ છે એ કરાવ્યા બાદ જ ઑનલાઇન બોટલ બુક થાય એમ હોય ગ્રાહકો હવે ભારત ગેસ કંપની ના રાજપીપળા ના ડીલર દારસા મનચેરજી ને ત્યાં જઈ કેવાયસી કરાવે તો જ ઑનલાઇન બુકિંગ થશે નહીં તો બુકિંગ નહીં થવાની વાત ગ્રાહકોમાં રોષ જોવા મળ્યો છે. જોકે આ સિસ્ટમ ભારત ગેસ કંપની એ ફક્ત ગુજરાત માં જ લાગુ કરી હોવાનું પણ જાણવા મળ્યું છે.

કેટલાક ગ્રાહકોના જણાવ્યા મુજબ ડીલર ને ત્યાં ધક્કો ખાઈ કેવાયસી કરાવ્યા બાદ પણ ઑનલાઇન બુકિંગ થતું નથી અને એમજ બોલે છે કે આપનું કેવાયસી બાકી છે, તો ગ્રાહકો હવે શું કરે...? માટે હાલ ગ્રાહકોનો જાયે તો કહા જાયે જેવો ઘાટ થયો છે. જેમાં એકલા રહેતા કોઈ વૃદ્ધ કે બીમાર વ્યક્તિની તો હાલત જ કફોડી બની જાય છે.

(12:27 AM IST)