હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
હાલોલની હોટલમાં એક અઠવાડિયાથી રોકાયેલા અંકલેશ્વરના આધેડનો ગળાફાંસો ખાઈ આપઘાત
પોલીસે રૂમનો દરવાજો તોડીને જોતા ઓઢણીનો એક છેડો પંખા સાથે બાંધી બીજા છેડાનો ગાળિયો બનાવીને આધેડની લાશ લટકતી હતી

પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે બસ સ્ટેન્ડની સામે આવેલ હોટલમાં રોકાયેલા ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના એક આધેડે અગમ્ય કારણોસર પોતાના રૂમમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરન કેશવપાર્ક સોસાયટીમાં રહેતા રિતેશ રાઠોડ (50) છેલ્લા એક સપ્તાહથી હાલોલ બસ સ્ટેન્ડ સામે આવેલી હોટલ શ્યામ ઈનના રૂમ નંબર 107માં રોકાયા હતા. આજે સવારે રિતેશ રાઠોડે હોટલમાં ઑર્ડર આપી ચા મંગાવ્યા બાદ પોતાના રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો. જે બાદ રૂમ સર્વિસ માટે દરવાજો ખખડાવવા છતાં રિતેશ રાઠોડ ખોલતા નહતા.
આખરે હોટલના સ્ટાફને શંકા જતાં તેઓએ પાછળની બારીમાંથી રૂમમાં નજર કરતાં રિતેશ રાઠોડ પંખા સાથે ગળે ફાંસો ખાધેલી હાલતમાં લટકતા હતા. આ મામલે જાણ કરવામાં આવતા હાલોલ ટાઉન પોલીસની ટીમ હોટલ પર દોડી આવી હતી.
પોલીસે રૂમનો દરવાજો તોડીને જોતા ઓઢણીનો એક છેડો પંખા સાથે બાંધી બીજા છેડાનો ગાળિયો બનાવીને આધેડની લાશ લટકતી હતી. આથી પોલીસે મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે હાલોલની સરકારી હોસ્પિટલ મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં રિતેશ રાઠોડ અગાઉ ધંધો કરતાં હતા, પરંતુ ખોટ જતાં તેઓ આર્થિક ભીંસમાં આવી ગયા હતા. છેલ્લા એખ અઠવાડિયાથી તેઓ હાલોલમાં નોકરીની તલાસમાં આવ્યા હતા. મૃતકને લગ્નજીવન દરમિયાન સંતાન ના હોવાના કારણે પણ તેઓ માનસિક તાણ અનુભવતા હોવાનું માલૂમ પડ્યું છે. જો કે હજુ સુધી તેમણે ક્યા કારણોસર અંતિમ પગલું ભર્યું તે જાણી શકાયું નથી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
