News of Friday, 20th June 2025
ભારે વરસાદથી નિકોલ જળબંબાકાર:એમ્બ્યુલન્સ અંદર નહીં આવી શકતા દર્દીને સાયકલ રિક્ષાથી બહાર લાવ્યા : સારવાર દરમિયાન મોત
મધુમાલતી આવાસ યોજનામાં ઘરોમાં બેઠી અઢી ફૂટ અને પ્રાંગણમાં ત્રણથી સાડા ત્રણ ફૂટ પાણી ફરી વળ્યાં

અમદાવાદ : અમદાવાદના નિકોલમાં આવેલી મધુમાલતી આવાસ યોજનામાં ગુરુવારે મધરાતે પડેલા ભારે વરસાદના કારણે લોકોના ઘરોમાં બેથી અઢી ફુટ તથા આવાસ યોજનાના પ્રાંગણમાં ત્રણથી સાડા ત્રણ ફુટ જેટલા પાણી ફરી વળ્યા હતા. આ દરમિયાન બ્લોક નંબર-9માં રહેતા જીતુભાઈને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવા એમબ્યુલન્સ બોલાવવામાં આવી હતી. પરંતુ વરસાદી પાણી ભરાયેલા હોવાથી એમ્બ્યુલન્સ અંદર જઈ ના શકતા રહીશો સાયકલની મદદથી તેમને બહાર લાવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનુ મોત થતા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ માટે લઈ જવાયા હતા.
મળતી માહિતી મુજબ, અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી મધુમાલતી આવાસ યોજનામાં ગુરુવારે મોડી રાત્રે ભારે વરસાદ પડતાં લોકોના ઘરોમાં બેથી અઢી ફૂટ અને સોસાયટીમાં ત્રણથી સાડા ત્રણ ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હતું.
આ દરમિયાન બ્લોક નંબર-9માં રહેતા જીતુભાઈને સારવાર માટે એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. જોકે, પ્રાંગણમાં વરસાદી પાણી ભરાયેલા હોવાથી એમ્બ્યુલન્સ અંદર જઈ શકી ન હતી. આથી સ્થાનિક રહીશોએ સાયકલ રિક્ષાની મદદથી તેમને પાણીમાંથી બહાર લાવી જ્યાંથી તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. દુર્ભાગ્યવશ સારવાર દરમિયાન તેમનું અવસાન થતાં, તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.
(12:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
