તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 20th June 2025
પૂ. ધીરગુરુદેવનો બોપલમાં રવિવારે ચાતુર્માસ પ્રવેશોત્સવઃ બિન સાંપ્રદાયિક સંકુલનું ઉદઘાટન
પ.પૂ. ધીરગુરુદેવના ચાતુર્માસ દરમ્યાન કાઠિયાવાડ જૈન સમાજ દ્વારા અનેકવિધ સેવાકીય, મેડીકલ, જીવદયા, શૈક્ષણિક પ્રકલ્પોનું આયોજનઃ સુપર સે ઉપર - વ્યાખ્યાન સંગ્રહ ભાગઃ ૧ની વિમોચન વિધિ

અમદાવાદ, તા. ર૦: અમદાવાદમાં વર્ષોથી વસતા કાઠિયાવાડ જૈન સમાજનું સંગઠન ગોંડલ સંપ્રદાયના ગાદીપતિ પૂ. ગિરીશચંદ્રજી મ. સા.ની પ્રેરણાથી થયેલ. શતાધિક ઉપાશ્રય નિર્માણ ણેતા પરમશ્રદ્વેય પૂ. શ્રી ધીરગુરુદેવના અમદાવાદમાં ચાતુર્માસ પ્રવેશોત્સવ સાથે બોપલ ખાતે નિર્માણ પામેલા સમાજનાં અત્યાધુનિક બિન સાંપ્રદાયિક સંકુલનું ઉદઘાટન તા.૨૨, રવિવારે યોજાશે.
પૂ. ગુરુદેવના બોપલ ખાતેના ચાતુર્માસમાં દરમ્યાન અનેકવિધ સેવાકીય, મેડીકલ, જીવદયા, શૈક્ષણીક પ્રકલ્પોનું આયોજન સંઘ દ્વારા કરવામાં આવ્યું છે. આ દરેક કાર્યક્રમ યુ-ટયુબમાં ધીર પ્રવચન દ્વારા ચેનલમાં લાઈવ પ્રસારણ કરવામાં આવશે.
બોપલ - આંબલી ક્રોસ રોડ ખાતે ૯૭૦ વારના પ્લોટમાં નિર્માણ પામેલા ૬ મંજિલામાં લાભુબેન હિંમતલાલ કપાસી - ધર્મ સંકુલ, વીણાબેન ભૂપતલાલ ખેતાણી - ધર્મનાથ ઉપાશ્રય, ધોળકીયા હસુમતીબેન પોપટલાલ -આયંબિલ ભવન, કુમુદબેન ન્યાલચંદ વોરા - મેડિકલ સેન્ટર તેમજ ૨ વિશાળ બેંકવેટ હોલ, ૯ ખ્ઘ્ રૂમ સહિત અતિથિ ભવન અને ગ્રાઉન્ડ ફલોરમાં તારામતીબેન જોઈસર વૈયાવચ્ચ કેન્દ્રનો સમાવેશ થાય છે. જે સદગત મંત્રી મહેશભાઈ અંબાવી વગેરેની દીર્ઘ દ્રષ્ટિને આભારી છે.
બોપલ ખાતે નિર્માણ પામેલા સમાજનાં અત્યાધુનિક બિન સાંપ્રદાયિક સંકુલમાં આવેલા મેડિકલ સેન્ટરમાં લગભગ તમામ ઙ્કકારની સેવાઓ જેમ કે, એકસ-રે મશીન, સોનોગ્રાફી, મેમોગ્રાફી, ફિઝિયોથેરાપી, ડેન્ટલ વિભાગ વગેરેનો સમાવેશ થાય છે. આ મેડિકલ સેન્ટરનો કોઈપણ દર્દી નાત-જાતના ભેદભાવ વગર ખૂબ જ નજીવા દરે લાભ લઈ શકશે.
કાઠિયાવાડ જૈન સમાજના મંત્રી મેહુલભાઈ ધોળકિયા તથા સંકુલ નિર્માણ સંયોજક અંશુલભાઇ ખેતાણીએ આ અંગે માહિતી આપી હતી. પૂ. શ્રી ધીરગુરુદેવની દીર્ઘદ્રષ્ટિના કારણે ભારતભરમાં કોલકાતા, ચેન્નઈ, બેંગ્લોર, જલગાંવ પુના, ભરૂચ, વડોદરા, રાજકોટ, નડિયાદ, કાંદીવલી, ઘાટકોપર, વિલેપારલા, કાટકોલા, પોરબંદર, ઇન્દોર, લાલપુર વગેરે ગામોમાં ઉપાશ્રય, વિહારધામ, ગર્લ્સ હોસ્ટેલ, ગુજરાતી અને ઇંગ્લિશ મિડીયમ સ્કૂલ, પાંજરાપોળ-ગૌશાળા, બહેરા-મુંગા શાળા, જૈન ર્બોડિંગ, મહાવીરભવન-હોલ વગેરે સંકુલના કરોડોના ખર્ચે નિર્માણ થયેલા છે.
ચાતુર્માસમાં પ્રવચનશ્રેણી કાઠિયાવાડ સ્થાનકવાસી જૈન સમાજ - ધર્મનાથ જૈન સંઘના ઉપક્રમે વકીલ સાહેબ બ્રીજ પાસે, શિવાલિક સત્યમેવ પાછળ, અમદાવાદ ખાતે યોજાશે. સમગ્ર કાર્યક્રમને આખરી ઓપ આપવા કાંતિલાલ કપાસી, દિનેશ ખેતાણી, અરવિંદ મહેતા, મેહુલ ધોળકિયા, ભરત મહેતા, નીલેશ ટીંબડીયા વગેરે પદાધિકારીઓ તથા કમિટી, પ્રેમ- ધીર મહિલા મંડળ, યુવક મંડળ વગેરે જહેમત ઉઠાવી રહેલ છે. વિશેષ માહિતી માટે મો. ૯૪૨૭૩ ૫૮૬૪૦, ૯૮૨૪૬ ૫૩૫૫૫ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
(2:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
