તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 20th June 2025
વિજયભાઇનો એસજીવીપી સાથે વર્ષો જુનો નાતો, વિકાસકામોમાં તેમનો અનન્ય ફાળો : સંતો દ્વારા શોકાંજલી અર્પણ

રાજકોટ : અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટનામાં ૨૭૦ થી વધુ લોકોના મળત્યુ થતા સર્વ દિવંગત આત્માઓને શાંતી પ્રાપ્ત થાય તેમજ રાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ આ દુર્ઘટનામાં અક્ષરધામ ગમન થયા હોય શ્રી સ્વામિનારાયણ મંદીર વડતાલના સંતોએ ઉંડા શોકની લાગણી વ્યકત કરી શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા. અગ્રણી હરિભક્ત તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ આગેવાન ચેતનભાઈ રામાણીનો સંપર્ક સાધી પુષ્ટી થતા જ સંપ્રદાય દ્વારા ઉંડા દુઃખની લાગણી વ્યકત કરાઇ હતી. આવી ગોઝારી દુર્ઘટનાથી સમગ્ર ગુજરાતે હતાહત અનુભવી હતી ત્યારે વિશેષ તો સંપ્રદાયના આચાર્ય પ.પૂ.ધ.ધૂ. ૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ, પૂ. નૌતમપ્રકાશદાસ સ્વામી, પૂ. બાલકળષ્ણ સ્વામી (એસજીવીપી), પૂ. સંતવલ્લભદાસ સ્વામી તેમજ પૂ. દેવપ્રકાશદાસ સ્વામી વિગેરે સંપ્રદાયના સર્વ વડિલ સંતો માટે ન માની શકાય તેવી વાત હતી. કેમકે, વિજયભાઈ સર્વ સંતોના લાડિલા રાજપુરુષ હતા તેમના મુખ્યમંત્રી કાળમા સંપ્રદાયના કંઇ પણ નાના-મોટા પ્રશ્નો લઈને તેમના કાર્યાલયે ગયા હોય અને નિરાકરણ ન મળ્યુ હોય તેવો દાખલો નથી રહ્યો. સંપ્રદાયના અનેક વિકાસકાર્યોમાં તેઓનો અનન્ય ફાળો છે. જરૂર પડે ત્યારે અસામાજિક તત્વો, ગુનેગારો અને અપરાધીઓ વિરૂધ્ધ કડક કાયદો લાવીને કાર્યવાહી કરી તેઓની કાર્યશક્તીના ઉત્તમ ઉદાહરણો પણ પુરા પાડયા છે. સંતો પોતે વિજયભાઈને સંપ્રદાયના અભિન્ન અંગ માનતા કેમકે, પોતે જૈન મહાવીર પરંપરાના હોવા છતા સંતો પ્રત્યે આદરભાવ તેમજ હેત દાખવતા તદઉપરાંત મૂળ વડતાલ ગાદી અને ગુરુકુળ પરીવાર સાથે વર્ષો જૂનો નાતો હોવાથી પુત્ર રૂષભને પણ એસજીવીપી ખાતે અભ્યાસ કરાવી સંસ્કારોનુ સીંચન કરાવ્યુ. તેમજ હિંદુ ધર્મોની દરેક પરંપરા અને સંપ્રદાય વિશે બહુજ સમર્પીત રહેતા. આટઆટલી ક્રિયાપ્રતિક્રિયાઓ કયારેય ભુલાય એમ નથી તેમ છતા ‘હરી ઇચ્છા બળવાન' રાખી તેઓની આપણા વચ્ચેથી વિદાય સ્વીકારવી પડશે અને જેની ખોટ માત્ર સંપ્રદાય કે રાજયને નહી પણ સમગ્ર દેશમા ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી ચેતનભાઈ રામાણીની આગેવાની હેઠળ રાજકોટ ખાતેની શ્રધ્ધાંજલિ સભામા સૌરાષ્ટ્રભરના રાજકોટ, જૂનાગઢ, પંચાળા, પિપલાણા, માંગરોળ, લોજ, ફરેણી, કાલવાણી, વંથલી, જેતપુર, ગોંડલ, દ્વારકા, જામજોધપુર, જામનગર, મોરબી, ગઢડા, જસદણ, સરધાર વિગેરે ધામોધાથી સંતો પધાર્યા હતા તેમજ ગાંધીનગર ખાતેની શ્રધ્ધાંજલી સભામા અમદાવાદ, ધોલેરા, ગઢડા, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, ભૂજ, કડી-કલોલ, જેતલસર, ધ્રાંગધ્રા, વડોદરા, સુરત, પાલનપુર, દાહોદ, છોટાઉદેપુર વિગેરેથી મંદિરો, ગુરુકુળો, હરિમંદિરોથી સંતો ઉપસ્થિત રહી પુત્ર રૂષભને તેમજ સમગ્ર રૂપાણી પરિવારને બળ આપી શ્રધ્ધાસુમન અર્પણ કરી શ્રધ્ધાંજલિ અર્પી હતી.
(3:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
