તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 20th June 2025
સુરત સહિત ગુજરાતમાં કરોડોના બેન્ક સાયબર ફ્રોડ..સેન્ટ્રલ એજન્સીઓની મદદ લેવા અનુપમસિંહ ગેહલોતની જાહેરાત
પાકિસ્તાન, ચીન, સિંગાપુર, થાઇલેન્ડ વિગેરે સાથે તાર જોડાયા હોવાનું ડીસીપી ભાવેશ રોજીયા ટીમની તપાસમા ખુલતા સીપી ચોંકી ઊઠ્યા... : બેન્કના એકઉન્ટસ ખોલવા માટે હવે SOP તૈયાર થશે બેંકના જવાબદારો સાથે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તુર્તમાં હાઇ લેવલની બેઠક.. અકિલા સમક્ષ પોલીસ કમિશનર યુદ્ધના ધોરણે થયેલ કાર્યવાહી અંગે અથ થી ઇતિ સુધીની રણનીતિની ચર્ચા કરી..

રાજકોટ, તા.૨૦: દેશના ૨૬ રાજ્યોમાં ૭૦ કરોડના સાયબર ફ્રોડનો સુરત ક્રાઈમ બ્રાન્ચ ડીસીપી ભાવેશ રોજીયા ટીમ દ્વારા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને જોઇન્ટ સીપી રાઘવેન્દ્ર વસ્તના માર્ગદર્શનમાં કરવામાં આવ્યો. આ ઘટનામાં ચીન અને પાકિસ્તાન સુધી તેના તાર જોડાયા હોવાનું પીઆઇ શ્રી જઞારાણા અને સ્ટાફની તપાસમાં ખુલવા પામતા પોલીસ કમિ‘રને તેમના IB કાર્યકાળને કારણે જે ઇનપુટ મળી હતી તે સત્ય ઠરી રહી છે.
અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું છે. બેંકોમાં જે રીતે એકાઉન્ટ્સ ભાડે રાખવા જે કૌભાંડ ચાલી રહ્યા છે. તેની સમગ્ર ઓપરેશન જેમના નેતળત્વ ચાલે છે તેવા ડીસીપી ભાવેશ રોજીયા દ્વારા સંપુર્ણ કૌભાડ અંગે માહિતગાર કરવાના પગલે આ નિર્ણય લેવાયો છે.
સાયબર ફ્રોડના માફીયાઓ દ્વારા દુબઈ, સિંગાપુર, થાઇલેન્ડ વિગેરે દેશના નામો ચીન પાકિસ્તાન સાથે આવતા મેં સેન્ટ્રલ એજન્સીઓની મદદ લેવાનું નક્કી કરેલ છે. આ દિશામાં પ્રાથમિક ચર્ચાઓ પણ થયેલ હોવાનું પોલીસ કમિશનર અનૂપમસિંહ ગેહલોત દ્વારા અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. તેઓએ વિશેષમાં જણાવેલ કે બેન્કમાં ઓછું ભણેલ તથા સામાન્ય સ્થિતના લોકોને ટાર્ગેટ કરી તેમના નામે જે રીતે એકાઉન્ટ ખૂલે છે, તે દિશામાં પણ અમે નક્કર પગલાં ભરવા માટે બેન્ક અધિકારીઓ સાથે જોઇન્ટ મિટિંગ રાખી ખાતા ખોલવા માટે એક એસ. ઓ પી .ઘડી કાઢવા નિર્ણય કરેલ છે. આ સિવાય ક્રાઇમ બ્રાન્ચ સાથે મળી તમામ ફ્રોડનો અભ્યાસ કરી એક રણનીતિ બનાવવા તરફ પણ મક્કમ ડગ માંડી દીધા છે. તેમ વિશેષમા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા જણાવ્યું છે
(4:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
