<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th June 2025

આસારામબાપુના પુત્ર નારાયણ સાંઇના 5 દિવસના શરતો સાથે હંગામી જામીન કોર્ટ દ્રારા મંજૂર કરાયા

પોલીસ બંદોબસ્ત સાથે જ નારાયણ સાંઇ લાજપોરથી જોધપુર પિતા આશારામને મળવા જશે.

સુરત :આસારામબાપુના પુત્ર નારાયણ સાંઇના 5 દિવસના હંગામી જામીન કોર્ટ દ્રારા મંજૂર કરવામાં આવ્યા છે. જોધપુરમાં નાદુરસ્ત આસારામબાપુને મળવા શરતો સાથે નારાયણ સાંઇને 5 દિવસના હંગામી જામીન આપવામાં આવ્યા છે. પોલીસ બંદોબસ્ત સાથે જ નારાયણ સાંઇ લાજપોરથી જોધપુર જઇ શકશે.

2019માં સુરતની સેશન કોર્ટે દુષ્કર્મ કેસમાં નારાયણ સાંઈને આજીવન કેદની સજા ફટકારી છે. 85 વર્ષીય પિતા આશારામબાપુને  મળવા માટે નારાયણ સાંઈએ ગુજરાત હાઇકોર્ટમાં હંગામી જામીન અરજી કરી હતી. જોકે આસારામબાપુના પુત્ર નારાયણ સાંઈને 5 દિવસના હંગામી જામીન મળ્યા છે. પોલીસ એસ્કોર્ટ સાથે પિતા આશારામબાપુને  મળવા માટે રાજસ્થાન જશે. પોલીસ બંદોબસ્ત સાથે જ નારાયણ સાંઇ લાજપોરથી જોધપુર જઇ શકશે. 5 દિવસની અંદર જોધપુર જઇ પોલીસ બંદોબસ્ત લાજપોર આવવાની શરતે પોલીસ બંદોબસ્તનો ખર્ચ પણ નારાયણ સાંઇએ ઉઠાવવાની શરતે આસારામને મળવા જશે. 

વર્ષ 2013માં સુરતની બે બહેનોએ નારાયણ સાંઈ અને તેમના પિતા આસારામબાપુ  પર બળાત્કાર મામલે ફરિયાદ દાખલ કરી હતી. તેમના કહેવા પ્રમાણે તેઓ 1997થી 2006 વચ્ચે અમદાવાદમાં આવેલા આસારામના આશ્રમમાં રહેતાં હતાં. આ સમયગાળા દરમિયાન આસારામબાપુએ તેમના પર વારંવાર બળાત્કાર ગુજાર્યા હતા. જેને પગલે બળાત્કારના કેસમાં કોર્ટે નારાયણ સાંઈને દોષિત જાહેર કર્યો હતો.

(8:26 PM IST)